Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણા શહેરના ૭ અનધિકૃત બાંધકામો પર મનપાનો હથોડો; એકની સામે ગુનો દાખલ કર્યો


થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અનધિકૃત બાંધકામો અંગે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને આજે વધારાના અનધિકૃત બાંધકામોને ખાલી કરાયાની કાયૅવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાંથી એકના વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.  આ કાર્યવાહી થાણે મ્યુનિસિપલ કમિશનર ડો.વિપિન શર્માના આદેશથી કરવામાં આવી હતી.

આ કામગીરીના ભાગ રૂપે,ડી વૉર્ડ કમિટીમાં દિવા વેસ્ટ નાગવાડીના પહેલા માળે આરસીસી કૉલમ અને દત્તા કાશીનાથ પાટિલનો સ્લેબ તોડી નાખવામાં આવ્યો હતો.  તેમજ માજીવાડા માનપાડા વોર્ડ કમિટી ૨ ના અનધિકૃત બાંધકામો ૨, નૌપાડા વોર્ડ કમિટી ૨, વતૅકનગર વોર્ડ કમિટીના એયૂર ખાતે ૧ અને કાલવા વોર્ડ કમિટીમાં ૧ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.

અતિક્રમણ વિભાગના કર્મચારીઓ અને પોલીસ ખાતાના મદદનીશ મદદનીશ કમિશનર મહેશ આહેર, ડો.અનુરાધા બાબર, શંકર પટોલે, પ્રણાલી ઘોંગે અને સચિન બોરસેના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.

દરમિયાન સહાયક કમિશનર મહેશ આહેરે દિવા વોર્ડ સમિતિમાં ગેરકાયદે બાંધકામો માટે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૩૯૭ (એ) (૧) બી હેઠળ મુમ્બ્રા પોલીસ સ્ટેશનમાં રાજેશ નાથુરામ મોહિતના વિરોધમાં ગુનો દાખલ કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads