કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ અને વિભાગીય નાયબ કમિશનર પલ્લવી ભાગવતનાં આગેવાની હેઠળ વોર્ડ ઓફિસર સંદીપ રોકડેએ ડોમ્બિવલી પૂર્વ કેલકર રોડ સ્થિત જે.જે.મ્હાત્રે બિલ્ડિંગ (વૃંદાવન બિલ્ડિંગ), ગ્રાઉન્ડ + ત્રણ માળની અતિ જોખમવાળી ઇમારતને તોડી પાડવાની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી હતી. આ બિલ્ડિંગમાં ૧૬ ભાડુઆત અને ૧૨ વ્યાવસાયિક ગાળાઓ હતા. બિલ્ડિંગમાં કેટલીક દુકાનો શરૂ કરવામાં આવી હતી, દુકાનોના માલિકોને નોટિસ આપવામાં આવી હતી અને તે જગ્યાઓ ખાલી કરી દેવામાં આવી છે અને મકાનના ભાડુઆત અને કબજેદારોને કબજેદારી પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એવુ મનપા તરફથી કહેવામાં આવ્યું છે.
આ કાર્યવાહી મહાનગર પાલિકાના અતિક્રમણ હટાવવાના વિભાગના સ્ટાફ / કાર્યકરો, રામનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ અને ડોમ્બિવલી ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ અને ૧ જેસીબી મશીનની મદદથી શરૂ કરવામાં આવી હતી.આ કાર્યવાહી આગામી ૨ દિવસ સુધી ચાલુ રહેશે .



