Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

‘ધારા 370’ પછી કેંદ્ર સરકારે કાશ્‍મીરી હિંદુઓના પુનર્વસન માટે નક્કર પગલાં લેવાં

ભારતમાં હિંદુઓનું વિસ્‍થાપન - કારણ અને ઉપાય ?’ આ વિષય પર ‘ઑનલાઈન’ વિશેષ સંવાદ

‘ધારા 370’ પછી કેંદ્ર સરકારે કાશ્‍મીરી હિંદુઓના પુનર્વસન માટે નક્કર પગલાં લેવાં ! - શ્રી. રાહુલ કૌલ, રાષ્‍ટ્રીય સંયોજક, યૂથ ફોર પનૂન કાશ્‍મીર



કાશ્‍મીરી હિંદુઓએ ગત 32 વર્ષોમાં ધાર્મિક નરસંહારનો સામનો કર્યો છે. આ નરસંહાર ભણી વર્તમાનની રાજકીય પ્રણાલી પણ દુર્લક્ષ કરી રહી છે. જે ‘જેહાદ’ને કારણે કાશ્‍મીર હિંદુઓનો નરસંહાર થયો, તેનાં મૂળિયાં હવે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યાં છે. આ ‘જેહાદ’ના મૂળ પર જ્‍યાં સુધી આપણે પ્રહાર કરીશું નહીં, ત્‍યાં સુધી તેની શાખાઓ સંપૂર્ણ દેશમાં ફેલાતી જ રહેશે. વર્તમાન સરકારે કાશ્‍મીરી હિંદુઓના નરસંહારને ‘ધાર્મિક નરસંહાર’ ઘોષિત કરવો જોઈએ. કાશ્‍મીરમાંની વર્તમાન પરિસ્‍થિતિ જોતાં વિસ્‍થાપિત કાશ્‍મીરી હિંદુઓને તેમની ભૂમિમાં પાછા લાવી શકાશે નહીં. કેંદ્ર સરકારે કાશ્‍મીરમાંથી ‘ધારા 370’ ભલે હટાવી લીધી હોય, તો પણ કાશ્‍મીરી હિંદુઓના પુનર્વસન માટે નક્કર પગલાં ઉપાડવા જોઈએ, એવું પ્રતિપાદન ‘યૂથ ફૉર પનૂન કાશ્‍મીર’ના સંયોજક શ્રી. રાહુલ કૌલે કર્યું. હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘ભારતમાં હિંદુઓનું વિસ્‍થાપન - કારણ અને ઉપાય ?’ આ વિશેષ પરિસંવાદમાં તેઓ બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ સમિતિના Hindujagruti.org આ સંકેતસ્‍થળ દ્વારા તેમજ યુ-ટ્યૂબ અને ટ્વીટર દ્વારા 2,173 લોકોએ પ્રત્‍યક્ષ નિહાળ્યો.

આ સમયે ‘વિશ્‍વ હિંદુ પરિષદ’ના રાષ્‍ટ્રીય પ્રવક્તા શ્રી. વિનોદ બંસલે કહ્યું, ભારત સમગ્ર વિશ્‍વમાં એક એવો દેશ છે કે જ્‍યાં બહુમતિ ધરાવતો સમાજ લઘુમતિ ધરાવનારા સમાજ દ્વારા અત્‍યાચારનો શિકાર બને છે. મેવાત (હરિયાણા) ખાતે હિંદુઓનું પલાયન થયા પછી ‘અમે મેવાતની સ્‍થિતિ બદલશું’, એવું તે સમયના મુખ્‍યમંત્રીએ આશ્‍વાસન આપ્‍યું હતું; પણ દુર્દૈંવથી ત્‍યાંની પરિસ્‍થિતિમાં ખાસ કાંઈ પાલટ થયો નહીં. કેવળ મેવાત જ નહીં, જ્‍યારે સંપૂર્ણ ભારતમાં અનેક શહેરો, જિલ્‍લાઓ એવા છે, જે હવે ખંડિત થઈ રહ્યા છે. આપણું સ્‍વાભિમાન, રાષ્‍ટ્ર અને ધર્મનું રક્ષણ કરવા માટે પ્રત્‍યેક હિંદુ વ્‍યક્તિ પોતાનું દાયિત્‍વ સમજીને જ્‍યાં સુધી કૃતિ કરશે નહીં, ત્‍યાં સુધી આ સમસ્‍યાઓનું નિરાકરણ થવું કઠિન છે. તે માટે જાગૃત રહીને લડવું આવશ્‍યક છે.

આ સમયે ‘ભારત રક્ષા મંચ’ના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી. અનિલ ધીરે કહ્યું, ‘આ વર્ષ 2021ની જનગણનામાં સર્વ સમુદાયોની લોકસંખ્‍યાનું ચિત્ર સ્‍પષ્‍ટ થશે જ; પણ આજે દેશમાં ‘જનસંખ્‍યા નિયંત્રણ કાયદો’ થવાની અતિશય આવશ્‍યકતા છે. હમણાની બંગાળની ચૂંટણી, તેમજ ત્‍યાર પછી થયેલા હિંસાચારને કારણે હિંદુઓએ જીવના ડરથી પલાયન કર્યું છે. કેંદ્ર સરકારે તે વિશે નક્કર પગલાં ઉપાડવાની આવશ્‍યકતા છે. હિંદુઓનું પલાયન શા માટે થઈ રહ્યું છે, તેનાં કારણો શોધી કાઢીને ઉપાય કરવા આવશ્‍યક છે. ભારતે અન્‍ય દેશો પાસેથી શીખી લઈને આ સમસ્‍યા ઉકેલવા માટે કાયદાઓ અને ઉપાય કરવા જોઈએ.’

આ સમયે હિંદુ જનજાગૃતિ સમિતિના મહારાષ્‍ટ્ર સંગઠક શ્રી. સુનીલ ઘનવટે કહ્યું કે, આજે હિંદુઓના પલાયન સાથે જ હિંદુઓનાં મંદિરો નષ્‍ટ કરવા, સ્‍ત્રીઓ પર અત્‍યાચાર કરવા જેવી અનેક બાબતો સમગ્ર દેશમાં બની રહી છે. દેશના સીમાવર્તી વિસ્‍તારોમાં જ નહીં, જ્‍યારે દેશમાં અનેક ઠેકાણે ‘લેંડ જેહાદ’ને કારણે હિંદુઓને જબરજસ્‍તીથી પલાયન કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. દેશની સુરક્ષા માટે આ મોટું જોખમ છે. દેશમાં ઠેકઠેકાણે ‘મિની પાકિસ્‍તાન’ બને નહીં, તે માટે હિંદુઓએ સતર્ક રહેવાની આવશ્‍યકતા છે. કાશ્‍મીરી હિંદુઓનું જ નહીં, જ્‍યારે સમગ્ર દેશમાંના બધા જ વિસ્‍થાપિત હિંદુઓનું પુનર્વસન થવું જોઈએ.

આપનો નમ્ર, શ્રી. રમેશ શિંદે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads