બુધવારની રાતથી કલ્યાણ ડોમ્બિવલીમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઇ ગયા હતા. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડના જવાનોએ પૂરના પાણીમાં ફસાયેલા ૨૦૦ થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
છેલ્લા ત્રણ દિવસથી કલ્યાણ ડોમ્બિવલી પર વરસતા વરસાદને કારણે નિચાણ વાળા ભાગોમાં ગઈરાત્રેપુર પરિસ્થિતિ જેવો માહોલ સર્જાયો હતો. પરિણામે, રાત્રે ઘણાખરા નાગરિકોના ઘરોમાં પાણી ભરાયા હતા. સવારે સમુદ્ર મા ભરતીને લીધે ખાડી તરફથી પાણી પાછુ ફેકાતા નાળાઓમા પાણીનું સ્તર વધતાં નાગરિકોની ચિંતા વધી ગઈ હતી. શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાતાં નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા જોકે, કેડીએમસીના અગ્નિશામક કર્મચારીઓ વહેલી પરોઢે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફસાયેલા લોકોને બહાર કાઢયા હતા.
ચીફ ફાયર ઓફિસર નામદેવ ચૌધરીના જણાવ્યા અનુસાર કલ્યાણ પશ્ચિમના સાપર્ડે, જગબુદી નગરમાંથી ૧૫, ભવાની નગર-અનુપમ નગર-અંબિકા નગરમાંથી ૨૦, કલ્યાણ પૂર્વથી ૫, ગોવિંદવાડી વિસ્તારમાંથી ૧૧૦ અને ડોમ્બિવલી પશ્ચિમમાંથી ૪૭ લોકોને બચાવવામાં આવ્યા છે.


