કલ્યાણથી મુરબાડ જનારા રસ્તાપરના રાયતા પાંજરાપોળ નજીકનો પુલ પાણીમાં ડૂબી જતાં કલ્યાણ મુરબાડ વચ્ચેનો સંપર્ક કપાયો છે આ પુલ પરની ઉલ્લાસનદીમા પૂર આવતાં આસપાસ ના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.પુલ પાસેની રાયતા પાંજરાપોળની નિચેની ગૌશાળામા પાંચ ફૂટ પાણી ભરાયુ હતુ પાંજરાપોળના સ્ટાફે એક દિવસ અગાઉ ગૌશાળામાંથી દરવર્ષે જે પ્રમાણે ડુંગર પરની ઉચી જગ્યાએ ગાયોને ટ્રાન્સફર કરવામાં આવેછેતે પ્રમાણે કરી હોવાનું મુંબઈ પાંજરાપોળના અધિકારી પ્રજાપતિ એ ગુજરાત સમાચારને જણાવ્યું હતું.
કલ્યાણથી મુરબાડ તરફ જવાનો સંપર્ક કપાતા કલ્યાણ અને મુરબાડ તાલુકાના સેકડો લોકો રખડી પડ્યા હતા



