Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણના ખંડર રેલ્વે બંગલામાં એક બહેરી મૂંગી છોકરી પર બળાત્કાર ગુજાર્યો; પોલીસે ગુનો દાખલ કરી આરોપીને શોધવા પથક રવાના કર્યા


કલ્યાણ પશ્ચિમમાં આવેલા પડતર રેલ્વે બંગલા નજીક થી જઈ એક બહેરી મૂંગી યુવતીને ખંડેર બંગલામાં ખેચી જઈ તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ધટના બની છે.આ પીડિતા પાસેથી તેનો મોબાઈલ ફોન છીનવી લીધો હોઈ આરોપી ત્યાંથી નાસી ગયો હતો.

 ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં સીટીંગ ટનલ્સ અને બંગલોના નિર્જન વિસ્તારમાં અને આજુ બાજુમા રેલ્વે ક્વાર્ટર્સમાં વિવિધ પ્રકારની ચોરી લૂંટફાટ ની ધટનાઓ અગાઉ બની છે.  તેથી ભાગેડુ નરધામ ગરદુલ્લો લૂંટારૂ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

કલ્યાણ પૂર્વમાં કટેમાનિવલી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય પીડિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.  પીડિતા શુક્રવારે સવારે કલ્યાણ પૂર્વથી રેલ્વે લાઇન ઓળંગીને કલ્યાણના પશ્ચિમમાં આવેલ સુભાષ ચોકથી કામ પર જઇ રહી હતી.  તે સમયે, રેલ્વેના ખંડર બંગલાની સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે નારધમ લૂંટારૂએ આ અપંગ બાળકીને રસ્તા પરથી ખેંચીને બંગલામાં લઈ ગયો હતો અને તેની પાસેનો મોબાઈલ અને અન્ય સામાન બળજબરીથી છીનવી લઇ તેની સાથે બળજબરી પૂર્વક ત્રાસ આપી ભાગી છૂટયો હતો.  ઘટના બાદ પીડિતા ડરી જઈ ઘરે દોડી ગઈ હતી અને તેના પર વિતેલી આપવિતી ઘરનાઓને જણાવતાં ઘરના સદસ્યો મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતાં  પોલીસે પીડિતા વતી દ્વિભાષી યુવતીની ફરિયાદ પરથી લૂંટ અને બળાત્કારનો ગુનો દાખલ કર્યો હતો. પીડીતા યુવતીને તબીબી સારવાર આપવામાં આવી હતી. આ કેસની તપાસ ફોજદાર મંજુષા શેલારને સોંપવામાં આવી છે.  તેને શોધવા માટે સ્થાનિક પોલીસે  બે ટીમો બનાવી જુદી જુદી દિશામાં રવાના કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads