ગેરકાયદે બાંધકામોના મામલાઓમાં કલ્યાણ ડોમ્બિવલી ના ચાર બિલ્ડરોના વિરોધમાં એમઆરટીપી એક્ટ હેઠળ કેશ દાખલ થતાં ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડરોમાં ખળભળાટ મચી ગયો છે. કેડીએમસી વહીવટીતંત્રે આ બિલ્ડરોને ૧૫ દિવસથી એક મહિનાનો સમય આપીને ઉપરોક્ત બાંધકામો તોડી પાડવાની સૂચનાઓ આપી છે. જનસંપર્ક અધિકારી માધવી પોફળેના જણાવ્યા મુજબ કલ્યાણ પૂર્વમાં પિસવલી ખાતે આડીવલીમાં બારકુબાઈ નામની ગેરકાયદેસર બિલ્ડિંગ બાંધવા બદલ વસંત દયારામ ભાનુશાળી અને ઢોકલીમાં ઇન્ડિયન ઓઇલ ડેપોની પાછળ મકાન બાંધવા બદલ વિકાસ પવાર સામે માનપાડા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. વોર્ડ અધિકારી દીપક શિંદે દ્વારા આ બિલ્ડરોના વિરોધમાં એમઆરટીપી હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ પ્રમાણે ખંભાલપાડા, શંખેશ્વર પાર્કની બાજુમાં, બિલ્ડર રવિરાજ ભગવાન પાટીલ,એ ગેરકાયદેસર ગ્રાઉન્ડ પ્લસ ૭ માળની બિલ્ડિંગ, ડોમ્બીવલી અને ગોકુલ સોસાયટી પાસે જીજાનગર ખાતે ગેરકાયદેસર ગ્રાઉન્ડ પ્લસ ૭ માળનું મકાન બાંધનારા બિલ્ડર સાઇ શક્તિ નરવેકર સામે વોર્ડ ઓફિસર ભરત પાટીલ એ ડોમ્બિવલીના તિલકનગર પોલીસ સ્ટેશનમાં એમઆરટીપીએ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ કર્યા પછી, મ્યુનિસિપલ પ્રશાસને સમય મર્યાદામાં મકાનને પોતાના ખર્ચે તોડવાની કડક ચેતવણી આપી છે, અન્યથા જો વહીવટીતંત્ર તોડશે તો દંડ સહિતનો તમામ ખર્ચ વસૂલ કરવામાં આવશે એવું જણાવ્યું છે.
કલ્યાણ-ડોમ્બિવલીના ચાર બિલ્ડરોના વિરોધમાં ગેરકાયદે બાંધકામનો મામલો, ચાર બિલ્ડરોના વિરોધમાં એમઆરટીપીએ હેઠળ કેસ દાખલ
જુલાઈ 03, 2021
0
Tags



