ગુજરાત પોલીસ અને ભિવંડી ક્રાઈમ બ્રાંચની ટીમ શુક્રવારે ગુજરાતના વાપી પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટના ગુનાનો ફરાર આરોપી જમીલ કુરેશી (મંકી મેન) ને પકડવા ગઈ હતી. તે સમયે પોલીસને જોઈને જમીલે રાબેતા મુજબ પોલીસથી બચાવા મકાનના ચોથા માળે ચઢી ગયો ત્યારે પોલીસે પીછો કરતા તે ચોથા માળની બારીમાંથી કૂદકો મારતા તે નિચે પટકાતાં તેનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ટોળાએ તેની ધરપકડ કરવા આવેલા પોલીસ ઉપર હુમલો કર્યો હતો.
શુક્રવારે બપોરે આ ઘટના ભિવંડી શહેરના નિઝામપુરા કસાઈ વાડા વિસ્તારમાં બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ટોળાએ ભિવંડી ક્રાઈમ બ્રાંચ પોલીસ પર હુમલો કર્યો હતો, જે તેની ધરપકડ કરવા આવેલ ગુજરાત પોલીસ સાથે ગઈ હતી. નોંધનીય છે કે 'મંકી મેન' ચોર અગાઉ પોલીસથી બચવા ૫ થી ૬ વખત મકાનો અને મકાનોની છત પરથી ભાગી જતો હતો. મૃતકની ઓળખ જમીલ ઉર્ફે ટકલા કુરેશી (૩૮, રહે. ભિવંડી કસાઈ વાડા) તરીકે થઈ હતી.'મંકી મેન' ચોરનું ઘટના સ્થળ પર જ મોત નીપજતાં આ વિસ્તારમાં તણાવ વધ્યો હતો.
ઘટના સ્થળ પર જમીલનું મોત નીપજ્યું હતું તે જોઇને ટોળાએ સ્થળ પર દોડી આવી હતી અને ભિવંડી ક્રાઇમ બ્રાંચના સબ ઈન્સ્પેક્ટર શિંદે અને તેની ટીમ પર હુમલો કર્યો હતો. જો કે, જ્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે એક વ્યક્તિએ હુમલાની વીડિયો ક્લિપ બનાવી હતી હવે આ જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
'મંકી મેન' ચોર પોલીસની ચુંગાલમાંથી ૫ થી ૬ વાર ઘરની છત પરથી છટકી ગયો હતો. તેથી તેની હિંમત વધી ગઈ હતી. શુક્રવારે, તેમણે વિચાર્યું કે કૂદકો માર્યા પછી, ટોરેંટ પાવર કેબલ પકડી ઉતરી જઈશ જોકે, કૂદકો માર્યા બાદ કેબલ તેના હાથમાંથી લપસી ગઈ અને તે જમીન પર પટકાયો હતો તથી તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાની માહિતી ભિવંડી પોલીસે આપી છે.
હુમલાખોરો વિરુદ્ધ ગુનો દાખલ
જમીલ ટકલાનુ મોત થયુ હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ટોળુ ઘટના સ્થળે એકઠુ થઈ ગયુ હતુ. તે સમયે ટોળાએ પોલીસ અધિકારીઓને ઘેરી લીધા હતા અને પથ્થર અને લાતો મારી હતી અને સરકારી કામમાં અડચણો ઉભી કરી હતી. ટોળાના વિરુદ્ધ નિઝામપુરા પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 353, 341, 332, 336, 323, 504, 143, 147 અને 149 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને પરિસ્થિતિ શાંત છે, એમ ડેપ્યુટી પોલીસ કમિશનર યોગેશ ચવ્હાણે જણાવ્યું હતું



