Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

વાડા-ભિવંડી રોડ ત્રણ કલાક ચક્કાજામ શ્રમજીવી નુ આંદોલન,ખાડાઓ તરફ દોર્યુ ધ્યાન

સાવૅજનિક બાંધકામ વિભાગની મનમાની અને બેદરકારી ને લીધે ભિવંડી-વાડા-મનોર મહામાગૅ ખાડામાં ગયો છે. આના વિરોધમાં ગઈ કાલે શ્રમજીવી સંઘટનાએ આદોલન છેડ્યું.અંબાળીનાકા સહીત પુરા મહામાગૅપર ૧૩ ઠેકાણે શ્રમજીવી સંઘટનાએ રસ્તા રોકો આંદોલન કરી વરસતા વરસાદમાં ત્રણ કલ્લાક આ રસ્તો જામકરી દીધો હતો.આ આંદોલન પછી સાવૅજનિક બાંધકામ વિભાગના અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાં થી જાગ્યા છે

બે વર્ષ પહેલાં શ્રમજીવી સંઘટનાના યુવા નેતા જીલ્લા ઉપાધ્યક્ષ પ્રમોદ પવારે ડૉ.નેહા શેખના આકસ્મિક મૃત્યુ બાદ ટોલનાકા તુરંત બંધ કરાવ્યું હતું.ત્યારબાદ આ રસ્તાની સંપૂર્ણ જવાબદારી સાવૅજનિક બાંધકામ વિભાગની હતી.હંમ્મેશા ઠેકેદારોને પોસનારા આ વિભાગમાં કરોડો રૂપિયા ખર્ચ કરીને ફક્ત હડપ કરાયા હોવાથી આ રસ્તાની સંપૂર્ણ હાલત ખરાબ થઈ છે તેથી આ રસ્તાપરથી પ્રવાસ કરતી વખતે નાગરિકો સહિત વાહન ચાલકો એ જીવ મુઠ્ઠીમાં લઈને પ્રવાસ કરવો પડે છે. ભિવંડી તાલુકાના કવાડ,અનગાવ,પાલખણે,વારેટ,દુગાડ,અંબાડી, દિધાશીફાટા સહીત વાડા તાલુકાના મુખ્ય મથકોએ આ આંદોલન કરવામાં આવ્યું.

અંબાળીનાકા પર પવારની આગેવાનીમાં આંદોલન થયું શ્રમજીવી સંઘટનાના અધ્યક્ષ રામભાઉ વારણા,કાયૉધ્યક્ષ સ્નેહા દુબે વિગેરે શ્રમજીવી સંઘટનાના પદાધિકારીઓ એ વિવિધ ઠેકાણે મુલાકાત લઈ આદોલનને ટેકો આપ્યો હતો.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads