Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ- મુરબાડ રેલ્વેનો પેન્ડીગ પ્રશ્ન ઉકેલીશ રેલ્વે રાજ્યમંત્રી દાનવેનુ આશ્વાસન, કિશન કથોરે અને કપીલ પાટીલ એ લીધી મુલાકાત


અનેક વર્ષ થી પ્રલંબિત રહેલા અને બે વર્ષ પહેલાં જેનુ ભૂમીપૂજન થયેલતે કલ્યાણ- મુરબાડ રેલ્વે માર્ગ નો પ્રશ્નનો ઉકેલ લાવીશ એવુ આશ્વાસન રેલ્વે રાજ્યમંત્રી રાવ સાહેબ દાનવેએ આપ્યું છે.

છેલ્લા અનેક વર્ષોથી રખડીપડેલા કલ્યાણ - મુરબાડ રેલ્વે માર્ગ માટે સાંસદ કપીલ પાટીલ અને આમદાર કિશન કથોરે પ્રયત્ન કરતા હતા. કપિલ પાટીલની કેન્દ્રીય મંત્રીપદે નિમણૂક થયાબાદ પોતાના પદનો કાર્યભાર સંભાળતાજ તેઓએ કલ્યાણ-મુરબાડ રેલ્વે માર્ગ નો પ્રશ્ન ઉકેલવા માટે ફરી નવેસરથી આગેવાની લીધી છે કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી પદે રાવસાહેબ દાનવેની નિમણૂક થતાં કપિલ પાટીલ અને કિશન કથોરે એ દાનવેની મુલાકાત લીધી.આ સમયે રેલ્વે માર્ગ નો પ્રશ્ર્ન તુરંત ઉકેલવા માટે તેમને નિવેદન આપ્યું. દાનવેએ આ બાબતે જાતે ધ્યાન આપીને આ પ્રશ્ર્નનો ઉકેલ લાવવા પુરતો પ્રયત્ન કરવાની ખાતરી આપી.આ માંગણી અનેક વષૉથી પેન્ડીગ હતી સતત કરેલા પાઠ પુરાવાને લીધે આ રેલ્વે માર્ગ નુ ભૂમી પુજન કરીશક્યા એવી માહિતી કપિલ પાટીલે આપી.દાનવેની પાસે રેલ્વે વિભાગની જવાબદારી સોંપાઈ અને કપિલ પાટીલને મંત્રીપદ મળવાથી કલ્યાણ-મુરબાડ રેલ્વે માર્ગ નો પ્રશ્ન જલદીથી ઉકેલ આવશે એવુ કિશન કથોરેએ જણાવ્યું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads