Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ એપીએમસીની દાણા બજારમાં બકરા બજાર ભરવામાં આવતા વેપારીઓ પરેશાન


કલ્યાણ કૃષી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલી દાણા બજારમાં ની જગ્યા એ બકરા બજાર ભરાતા અનાજના. વેપારી ઓ હેરાન પરેશાન થઈ ગયા છે અને આ બાબતે વેપારી એસોસિયેશન ના સભ્યો બજાર સમિતિ ના સભાપતિ તેમજ સચિવ પાસે એક નિવેદન મારફત ફરીયાદ કરી હતી

મળેલી માહિતી મુજબ છેલ્લા બે વર્ષથી અહીનીએપીએમસીના અનાજ બજારમાં વેપારીઓ ને અનેક પ્રકારની મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે પરંતુ બજાર સમિતિ માત્ર આખ આડા કાન કરે છે.કોરોનાને નામે રોજ મનફાવે તેવા કાયદા લાગુ કરે છે અતિ આવશ્યક મા અનાજ બજાર આવવા છતાં કનડગતો કરનારા નિયમો લાદવામાં આવે છે આ બજાર સમિતિ માં પહેલેથીજ અસામાજિક તત્વો નો ભરમાર છે ત્યારે હવે અહી બકરા બજાર ભરાવી અનાજના વેપારીઓ ને વેપાર કરવો મુશ્કેલ બનાવ્યો છે.

અનાજના જથ્થાબંધ વેપારીઓ કલ્યાણ-ડોમ્બિવલી સહિત આસપાસના વિસ્તારોમાં અનાજ, કઠોળ, કરીયાણુ, તેલ, ગોળ વિગેરે વસ્તુઓને ટ્રક, ટેમ્પો મારફત મોકલાવેછે તેમજ દરરોજ આ હૉલસેલ વેપારીઓ ની દુકાનો અને ગોદામોંમાં સેકડો ટ્રકો માલ લઈ આવે છે આ દાણા બજાર ની ખુલ્લી જગ્યામાં બકરા બજાર ભરવામાં આવતા વેપારીઓ ની પરેશાની વધી જાય છે.એકતો બજારમાં પહેલેથી ખખડધજ રસ્તાઓ,સવૅત્ર ગંદકીનો અંબાર, ગંદા પાણી ના ઠેરઠેર ખાબોચિયાં અને હવે પાછુ આ વિસ્તારમાં બકરા બજાર ભરવામાં આવતા વેપારીઓ નારાજ થયા છે આ બજાર માં પુરતી લાઈટ વ્યવસ્થા નથી આવી અનેક કનડગતોને લીધે વેપારીઓ ને વેપાર કરવો મુશ્કેલ બનાવ્યો છે.નારાજ વેપારીઓ એ આ અંગે બજાર સમિતિ સભાપતિ તથા સચિવનુ ધ્યાન દોર્યું છે.આવનારા દિવસોમાં આ પ્રશ્ર્નનો ઉકેલ નહી આવે તો ના છૂટકે વેપારીઓ ને આંદોલન કરવુ પડશે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads