આજે ૨૨ મી જુલાઈએ થાણેના સરકારી રેસ્ટ હાઉસ ખાતે થાણેના તમામ વેપારીઓ એકઠા થયા હતા અને સરકાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું. સરકાર, એક તરફ, આખો દિવસ ઇ-કૉમર્સને વ્યવસાય કરવાની મંજૂરી આપે છે અને બીજી તરફ રોજગારી ઉભી કરનારા વેપારીઓને બપોરે ૪ વાગ્યે તેમની દુકાન બંધ કરવા કહે છે. છેલ્લા ૧૬ મહિનાથી વેપારીઓ સંપૂર્ણ ત્રાસ આપી રહ્યા છે. વેપાર અમારો અધિકાર છે તેને અમારા હાથમાં થી છીનવી ન લ્યો. હાલમાં વેપારીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે કામદારોના પગાર, દુકાનનુ ભાડુ, લોનના હપ્તા, સરકારના તમામ પ્રકારના વેરા, સહિત અનેક પ્રકારની અડચણોને વેપારીઓનીકમર તોડી નાખી છે વેપારીઓએ આજે તે માટે વિરોધ નોંધાવ્યો સરકાર બેવડી નીતિ વેપારીઓ સાથે અજમાવી રહી છે.અમારી સરકારની પાસે માંગ છે કે દુકાનો સંપૂર્ણ દિવસ ખોલવાની છૂટ આપો, નહીં તો આ આંદોલન આખા મહારાષ્ટ્રમાં મોટા પાયે કરવામાં આવશે એવું વેપારી આગેવાન અને વેપારી સેલના પ્રમુખ મિતેશભાઇ શાહે પત્રકારોને જણાવ્યું હતું. આ આંદોલનમાં થાણે શહેરના તમામ વેપારીઓ અને દુકાન કામદારો હાજર રહ્યા હતા. થાણે શહેર ધારાસભ્ય સંજય કેલકર સાહેબ અને ધારાસભ્ય, તથા થાણે શહેર જિલ્લા (ભાજપ) ના પ્રમુખ નિરંજન ડાવખરે સાહેબે પણ તેમની ઉપસ્થિતિ દર્શાવી હતી અને આ આંદોલનને ટેકો આપ્યો છે એવી માહિતી ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) મહારાષ્ટ્રના ઉપ પ્રમુખ અને થાણે ડિસ્ટ્રિક્ટ હોલસેલ ટ્રેડર્સ વેલ્ફેર ફેડરેશનના પ્રમુખ સુરેશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી.
થાણામાં સરકારના વિરોધમાં વેપારીઓ નુ આંદોલન સંપૂર્ણ દિવસ દુકાનો ખોલવાની છૂટ આપો અન્યથા સંપૂર્ણ રાજ્ય મા વેપારીઓ આંદોલન કરશે
જુલાઈ 22, 2021
0
Tags



