છેલ્લા ત્રણ દિવસથી કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકા વિસ્તારમાં ચાલુ રહેલા મુશળધાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા સંક્રમિત રોગોના ફેલાવાને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશીએ તમામ વોર્ડ વિસ્તારના અધિકારીઓને આવા વિસ્તારોમાં જંતુનાશક, મચ્છર ભગાડનાર અને ગંધનાશક દવાઓ છાંટવા નિર્દેશ આપ્યા હતા. આજે ઓછા વરસાદને કારણે વોર્ડ વિસ્તારના અધિકારીઓએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મુખ્ય આરોગ્ય નિરીક્ષક, હેલ્થ ઈન્સ્પેક્ટરની મદદથી દવા છાંટણા અને ધૂળ ફવારણીની પ્રક્રિયા શરૂ કરી હતી. એ વોર્ડમાં બલ્યાણી વિસ્તારમાં રસ્તો ખસી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. એ વોર્ડ એરિયાના અધિકારી રાજેશ સાવંતે ત્યાં દવાઓનો છંટકાવ કયૉ હતો. પિસવાલી, તુકારામ ચોક, વિકો નાકા, સમતા નગર, દેશમુખ હોમ્સ, દાવડી રોડ, ગોલાવલી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા બાદ વોર્ડ વિસ્તારના અધિકારી દીપક શિંદેએ ઘન કચરા વિભાગની મદદથી જંતુનાશક દવા છંટકાવ કર્યો હતો .
કે.ડી..એમ.સી. ના એફ વોર્ડમાં પણ કાચનગાંવ, દિનેશ નગર વિસ્તારની ચાલીઓમાં પાણી ભરાઇ ગયા હતા આ વિસ્તારમાં જંતુનાશક દવાઓ છાંટવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇ વોર્ડના નંદિવલી, સમર્થ નગર, ભોપર નાળા વિસ્તાર, ગાંધીનગર નાળા વિસ્તારમાં પણ સ્થિર પાણીમા મલેરિયાની દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં વાલધુનીના અશોક નગર ખાતેની ગટરોમાં જંતુનાશક દવા છાંટવામાં આવી હતી. બાકીના વોર્ડમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં જંતુનાશક, હર્બિસાઇડ અને ગંધનાશક પદાર્થનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
રોગચાળો ન ફેલાય તે માટે ૪ જીપો, દવા છાંટવા માટે ૩૧ હેન્ડપંપ, ૧૦ મલ્ટિજેટ ટ્રેક્ટર, ૧૨૨ જંતુનાશક દવા છંટકાવ માટે ના હેન્ડપંપનો ઉપયોગ કરીને દવાઓના છંટકાવ કરવામાં આવી રહ્યો છે.





