એક્સપ્રેસના એન્જિન હેઠળ આવ્યાં બાદ પણ મોટરમેનની સતકૅતાથી દાદાની જીંદગી બચી
એક્સપ્રેસ ટ્રેનના એંન્જિન નીચે આવ્યા પછી પણ મોટરમેને બતાવેલી અગમચેતીને કારણે દાદાની જીંદગી બચી ગઈ છે. રવિવારે બપોરની આસપાસ કલ્યાણ રેલ્વે સ્ટેશન પર આ ઘટના બની હતી. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે, આ બનાવથી બચી ગયેલા દાદા આત્મહત્યા કરવા માટે રેલ્વેના પાટા વચ્ચે ઉભા હતા. આ દાદાનું નામ હરિપ્રસાદ શંકર કરણ છે. તે કલ્યાણ પૂર્વના આડવલી-ઢોકરીના રહેવાસી છે.
હરિપ્રસાદ આત્મહત્યા કરવાના ઇરાદે રેલ્વે ટ્રેક પર થોડાક અંતરે ઉભા હતા. ગાડીચાલુ થતાં માત્ર સેકંડોમાંજ તેની ઝડપ વધી હતી. રેલ્વે ટ્રેક પર દાદા ઉભા રહેલા જોતાં, એક્સપ્રેસના મોટરમેન એસ. કે. પ્રધાને પણ વારંવાર હોર્ન વગાડ્યો. જોકે, ગાડી નજીક આવે ત્યાં સુધી દાદા હલતા પણ નોહતા પરંતુ, મોટરમેન એસ.કે. પ્રધાન અને સહાયક મોટરમેન રવિશંકરે ખૂબ જોરથી એક્સપ્રેસને બ્રેક મારી હતી. જો કે, ત્યાં સુધીમાં, એન્જિનનો આગળનો ભાગ દાદાજીના શરીર ઉપરથી પસાર થઈ ગયો હતો.અને દાદા એન્જિન નીચે આવી ગયા હતા.ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. દરમિયાન, એન્જિનની નીચે જોતા તેઓએ જોયું કે દાદા સલામત છે.પોલીસે દાદાને એન્જિનની નિચેથી આગળના ભાગેથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. એક્સપ્રેસના મોટરમેન એસ.કે.પ્રધાન અને ગાડૅ રવિશંકરે બતાવેલી સતકૅતાને ધ્યાનમાં લઈ રેલ્વે વહીવટીતંત્રે ઈનામની જાહેરાત કરી છે. તો સેન્ટ્રલ રેલ્વેએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને રેલ્વે પાટાઓ પાર ન કરવાની અપીલ કરી છે.



