Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણા જિલ્લામાં મુશળધાર વરસાદ,જન જીવન ખોરવાયુ,ચાલીઓ તથા દુકાનોમા પાણી ભરાયા


થાણા જીલ્લામાં છેલ્લા બે દિવસથી પડતા મુશળધાર વરસાદના લીધે થાણા,મુબ્રા, કલ્યાણ,ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ અને બદલાપુર શહેરોના નિચાણવાળા ભાગોની ચાલીઓ તેમજ દુકાનો મા પાણી ભરાઈ જવાથી પારાવાર નુકસાન થયુ છે.સતત પડનારા વરસાદ ને લીધે અહીનુ જન જીવન ખોરવાયુ હતુ. રેલ્વે ના પાટાઓમા પાણી ભરાતા ધીમી ગતિએ ગાડી ચાલુ હોવાનુ જાણવા મળ્યુ છે.

થાણા શહેરમાં સંરક્ષણ ભિત અને વક્ષો તુટી પડવાના બનાવો નોંધાયા છે. વાગળે એસ્ટેટ રોડનં-૨૧ની દેબોનેર સોસાયટી તથા કલવા પારસીક નગર ખાતે ભિત તુટી પડતા ચાર રિક્ષાઓ અને ત્રણ કારોને નુકસાન થયાના સમાચાર છે.મુબ્રાની એક શાળામાં તથા હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા ના સમાચાર મળ્યા છે.થાણાના દાદાજી કોડદેવ સ્ટેડિયમમાં મોટુ ઝાડ પડવાની ઘટના બની છે.થાણામા વાગળે એસ્ટેટ, ભટ્ટ વાડી,કિશન નગર, કલવા,અંબીકા નગર,ગાવદેવી,ઉધળસર વિગેરે ભાગોમાં પાણી ભરાઇ ગયા છે

દિવા ખાતે અંદાજે ૨૫૦ જેટલા કુટુંબ સતત ૧૨ કલ્લાક પાણીમાં હતા અહી પુર પરિસ્થિતિ સર્જાઈ હતી.

કલ્યાણ ડોમ્બિવલીમાં પણ વરસાદ ને લીધે જનજીવન ખોરવાયું હતું ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન બહારનો પરિસર,બાજીપ્રભુચૌક, ઈન્દિરા ગાંધી ચૌક, કલ્યાણ શિવાજી ચૌક, ગુરૂદેવ હોટલ,મહમદ અલી ચૌક,લાલચૌકી,પારનાકા, સહિત અનેક નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા ડોમ્બિવલી માનપાડા પોલીસ સ્ટેશન પરિસરમાં બે ફુટ પાણી ભરાઇ ગયુ હતુ.અંબરનાથ અને બદલાપુર ના નદીનાળાં પરિસરમાં રહેતા નાગરિકોને સતકૅ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.મલંગગઢ પરીસરમાં પડેલા મુશળધાર વરસાદને લીધે વાલધુની નદી ભરાઇ ને વહે છે દરેક શહેરમાં વૃક્ષો ધરાશયી થવાના સમાચાર છે. ટીટવાલા આબીવલી બલ્યાળી આગળ રસ્તો ૭ થી ૮ ફુટ સરકી ગેપ પડતા બંઘકરાયો છે

અંબરનાથના શિવમંદિર વિસ્તારમાં પાણી ભરાતા શિવમંદિર ના ગભૅગૃહમા પાણી ભરાયાના સમાચાર છે જ્યારે મુબ્રા ખાતે ના એક ગોદામમાં ઈદ માટે લાવેલા ૨૯ બકરાઓ પૈકી ૧૫ બકરાઓ પાણીમાં ડૂબી જતાં તેમનુ મોત નિપજ્યાની ઘટના બની છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads