મનસે કલ્યાણ ગ્રામીણના ધારાસભ્ય રાજુ પાટિલ અને લાલબાવટા રિક્ષા યુનિયનના કાલુ કોમસ્કરે અગાઉ માંગ કરી હતી કે ઓટોરિક્ષા ચાલક વર્ગ તથા સલૂન વાળાઓને વેક્સિન આપવાની પ્રાથમિકતા આપવામાં આવે આને પગલે રસીકરણ શનિવાર ૧૦ મી જુલાઈથી શરૂ થયું હતું. સેંકડો રિક્ષાચાલકો સહીત સલૂન વાળા તેમજ જરુરતમંદોએ તેનો લાભ લીધો હતો.ધારાસભ્ય રાજુ પાટીલે આ રસીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે કાળુ કોમસ્કર, મનસેના નેતા પ્રહલાદ મ્હાત્રે, મનસે અને રિક્ષાચાલકો સંઘના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કડોંમપાના તબીબી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક અંતર અને માસના નિયમોનુ કડક પાલન કરવામાં આવ્યું હતું.
તે જ સમયે, ધારાસભ્ય રાજુ પાટિલના ભંડોળમાંથી સુસજ્જ એમ્બ્યુલન્સનું ઉદઘાટન કડોમપાના એડિશનલ કમિશનર પવાર દ્વારા કરાયું હતું.
રસીકરણ અને એમ્બ્યુલન્સ લોકપર્ણા કાર્યક્રમમાં બોલતા ધારાસભ્ય રાજુ પાટિલે જણાવ્યું હતું કે રસીઓની ઉપલબ્ધતા અંગે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા વચ્ચે થયેલી વાતચીતથી તેઓ અસંતુષ્ટ છે. મહાપાલિકામાં ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે અને આ વિસ્તારની અવગણના કરવામાં આવી રહી છે તે સમજ્યા પછી, રીક્ષાચાલકોને સમયસર રસી મળતી નથી, તેથી કોર્પોરેશન પાસે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.



