Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કસ્ટમનુ સોનુ મેળવી આપવાના નામે છેતરપિંડી કરનારી બોગસ મહિલા અધિકારી આખરે ઝડપાઈ


પોતે કસ્ટમ વિભાગની અધિકારી અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માં નોકરીકરેછે તેવુઠસાવી સસ્તું સોનુ ચાંદી મેળવી આપીશુ એવી લાલચ આપી છેતરપિંડી કરનારી માધવી કિશોર ઢેબે ઉર્ફે માધવી સુહાસ ચવ્હાણ આ ૩૦ વર્ષીય મહિલા આરોપીને નવી મુંબઈના ગુના શાખાએ ધરપકડ કરી છે.

આ મહિલા પોતે કસ્ટમ વિભાગની અધિકારી છે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ માં નોકરીકરતી હોવાનું કહી ફરીયાદી ને સસ્તુ સોનુ ચાંદી મેળવી આપીશુ એવી લાલચ આપી તેમની પાસેથી રૂપિયા એક કરોડ ૪૩ લાખ ૫૦ હજાર એઠી લીધા હતા તેની બદલે ફક્ત ૭ થી ૮ લાખ નુ સોનું આપ્યું હતું બાકી સોનુ કે ચાંદી ન આપી છેતરપિંડી કરી હતી.આ મહિલા આરોપીના વિરોધમાં વાશીપોલીસમા ૩,વી પી રોડ થાણા ટિળક નગર,દાદર,ખેરવાડી પો. સ્ટેશન મળી કુલ ૯ ગુના દાખલ છે.આ મહિલા આરોપીને કૃષ્ણા મેખલે પોલીસ ઇન્સ્પેક્ટર એઅટક કરી ન્યાયાલયમાં હાજર કરવામાં આવી ત્યારે ન્યાયાલયે તેને ૧૨ જૂલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો છે.પોલીસ આ ગુનાઓ ઉકેલવાનો પ્રયત્ન કરી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads