Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

અનામત પ્લોટો પર વૃક્ષો વાવવા માટે એન.જી.ઓ.એ આગળ આવવું જોઈએ, કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશીનુ આહવાન

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન ના અનામત પ્લોટો ઉપર વૃક્ષો વાવવા માટે એનજીઓએ આગળ આવવું જોઈએ એવુ આહવાન મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશીએ આજે ​​કર્યું હતું.  આજની સમીક્ષા બેઠકમાં તેમણે મહાનગરપાલિકાની માલિકીના અનામત પ્લોટો વિશે માહિતી લીધી હતી અને અધિકારીઓને આ પ્લોટો પરના અતિક્રમણ અટકાવવા વિવિધ પગલા ભરવાની સૂચના આપી હતી.  કેડીએમસીના કબજામાં લગભગ ૩૪૩ આરક્ષિત પ્લોટ છે. રિઝર્વ પ્લોટ પરના અતિક્રમણને રોકવા માટે કે.ડી.એમ.સી.એ આ પ્લોટોમા આજુબાજુ વૃક્ષો વાવવા માટે એન.જી.ઓ. (બિન-સરકારી સંસ્થાઓ) ની સલાહ લેવી જોઈએ અથવા બાળકોને રમવા અને તાલીમ આપવા માટે અનામત પ્લોટ ઉપલબ્ધ કરાવી શકાય,વધુ સારા ખેલાડીઓ બનવા માટે ટ્રેનરોએ આગળ આવીને વધુ માહિતી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવો જોઇએ એવુ  ડૉ.વિજય સૂર્યવંશીએ આ વખતે કર્યું.  તેમણે વૉર્ડ અધિકારીઓને પ્લોટની આજુબાજુમાં દિવાલ અથવા તારની વાડ લગાવીને અનામત પ્લોટોની સુરક્ષા કરવા નિર્દેશ આપ્યો હતો.

રસ્તાઓની સફાઇ ન થવા અંગે અનેક ફરિયાદો મળી રહી છે અને વોર્ડ અધિકારીઓએ જાતે જ માર્ગ સફાઇ કરવાની કાળજી લેવી જોઇએ.  તેવી જ રીતે રસ્તાઓની સફાઇ માટે માઇક્રો પ્લાનિંગ કરાવવું જોઇએ, કચરો વેલરેબલ પોઇન્ટ મળી રહે અને ત્યાં નિયમિત અને યોગ્ય રીતે સફાઈ થવી જોઈએ, તેવી વૉર્ડ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.

તેમણે વૉર્ડ અધિકારીઓને ચોમાસાની દુર્ઘટના ટાળવા જોખમી બાંધકામો ખાલી કરાવી તેમને ભોગવટા પ્રમાણ પત્ર આપવા તેમજ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads