ખડેગોલીવલી, કલ્યાણ પૂર્વમાં વેક્સિન આપવાનો પ્રારંભ કરતા મહાપાલિકા કમિશનર સૂર્યવંશી
કલ્યાણ પૂર્વમાં આઈવોર્ડની કચેરી ખાતે આજે મોબાઈલ(વેન)મારફત રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીના શુભ હસ્તે તેનુ ઉદ્ધાટન કરવામાં આવ્યું આ પ્રસંગે તબીબી આરોગ્ય અધિકારી ડો.અશ્વિની પાટિલ, ચેપી રોગ નિયંત્રણ અધિકારી પ્રતિભા પાન પાટિલ, તબીબી અધિકારી ડો. વૈશાલી કાશીકર ઉપસ્થિત રહ્યા હતા. આ ખૂબજ ગીચવસ્તીવાળા વિસ્તારમાં પ્રમાણમાં ઓછા રસીકરણને લીધે આજે આ વિસ્તારમાં મોબાઇલ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. લોકોનો પ્રતિસાદ જોઈને રસીકરણનો દાયરો ધીરે ધીરે વધારવામાં આવશે, આ વિસ્તારમાં વધુમા વધુ લોકોને રસી આપવી જરૂરી હોઈ, તેથી આ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે એવુ ડૉ. વિજય સૂર્યવંશીએ જણાવ્યું.
આઇ વૉર્ડ ઓફિસની નજીક તેમજ જયબાઈ વિદ્યા મંદિર, સાંઇ નગર, કલ્યાણ પૂર્વ ખાતે, ડેપ્યુટી કમિશનર સુધાકર જગતાપના શુભ હાથ અને તબીબી અધિકારી ડો.સંદિપ નિમ્બલકર અને ડો.પૂર્વા ભાનુશાળીની ઉપસ્થિતિમાં મોબાઈલ રસીકરણ શરૂ કરાયું હતું. આ રસીકરણ માટે ૪ બસોની જોગવાઈ કરવામાં આવી છે અને ૨ બસ રસીકરણ સુવિધા માટે ઉપલબ્ધ રહેશે અને બાકીની ૨ બસો રસીકરણ બાદ નાગરિકોને નિરીક્ષણ માટે ઉપલબ્ધ કરાશે. બંને જગ્યાએ આજે ૭૦૦ જેટલા લોકોને રસી આપવામાં આવશે.
મહાનગર પાલિકાના મહાત્મા ફુલે સિવિલ હેલ્થ સેન્ટર દ્વારા પણ આજે અનાજ માર્કેટમાં માથાડી કામદારોને ખાસ રસીકરણ સુવિધા આપવામાં આવી હતી. ત્યાં લગભગ ૧૫૦ માથાડી કામદારોને રસી આપવામાં આવશે.





