થાણે મ્યુનિસિપલ કમિશનર ડો.વિપિન શર્માના આદેશ મુજબ શહેરમાં અનધિકૃત બાંધકામો પર કડક કાર્યવાહી ચાલી રહી છે.
આજે જેસીબીની સહાયથી વતૅક નગર વોર્ડ કમિટીના ઉપવન ખાતે શુભમ લૉજ અને એયૂર ખાતે બોમ્બે ડક હોટલનું અનધિકૃત બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.આ શિવાય જેસીબી અને મજૂરોની મદદથી કલવા વોર્ડ સમિતિના દત્તાવાડી ખાતે સરકારી જમીનમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ માળની અનધિકૃત બિલ્ડિંગ અને પારસિક નગરમાં માળની અનધિકૃત બિલ્ડિંગને મજૂરોની મદદથી તોડી પાડવામાં આવી હતી .
થાણા મહાનગરપાલિકાના અતિક્રમણ નિયંત્રણ અને તોડુદસ્તા વિભાગના ડેપ્યુટી કમિશનર અશ્વિની વાઘમાલેના માર્ગદર્શન હેઠળ, અતિક્રમણ નાબૂદી માટે મદદનીશ કમિશનર ફારૂક શેખ, મદદનીશ કમિશનર, સચિન બોરસે અને પ્રણાલી ઘોંગે, અતિક્રમણ વિભાગના કર્મચારીઓ અને પોલીસની મદદથી અનધિકૃત બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી.




