એક્સેસ રોડમાં ગર્ડર બનાવવાનું કામ ત્રીજી મે ૨૦૨૧ ના રોજ પૂર્ણ થયું હતું. કારણ કે આ પ્રોજેક્ટ ખૂબ મહત્વપૂર્ણ હોઈ, કામ દરમિયાન સમય સમય પર તેની ચકાસણી કરવી જરૂરી હતી. તદનુસાર, મ્યુનિસિપલ અધિકારી અને થડૅ પાર્ટી તકનીકી ઓડિટર દ્વારા ગર્ડર સ્લેબ ભરતા પહેલા ગડૅરમાં કુલ ૮૭૫૮ નટ બોલ્ટ્સ લગાવવામાં આવ્યા હતા. એક્સેસ રોડ પરના સ્લેબનું મજબૂતીકરણ પૂર્ણ થઈ ગયું છે અને તેનું નિરીક્ષણ મ્યુનિસિપલ ઓફિસર અને થડૅ પાર્ટી તકનીકી ઓડિટર કરી રહ્યા છે.
છેલ્લા ૧૦ દિવસથી ભારે વરસાદને કારણે કામગીરીની પ્રગતિ અવરોધાઈ હતી. પરંતુ આજે વરસાદ રોકાતા મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશી, સિટી ઇજનેર સપના કોળી-દેવનપલ્લી, કાર્યકારી ઇજનેર તરૂણ જુનેજા અને જુનિયર ઇજનેર જયવંત વિશ્વાસના માર્ગદર્શન હેઠળ આજથી સમન્વયની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ૨૦૦ ઘનમીટર કાંકરીંટીકરણનું કામ કરવાની યોજના છે. સંમિશ્રણ કર્યા બાદ વરસાદના અંદાજ પ્રમાણે ડામરનું કામ કરવાની યોજના બનાવવામાં આવશે. ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લેતા, આ પુલ ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે, એમ સિટી ઇજનેર સપના કોળી-દેવનપલ્લીએ જણાવ્યું હતું.





