એક મહિના પછી, ડોમ્બિવલી જીઆરપીએ હત્યામાં સામેલ આરોપીની કરી ધરપકડ કરી
ડોમ્બિવલી જીઆરપી પોલીસે એક સનસનાટીભર્યા હત્યાનો ઘટસ્ફોટ કર્યો હતો.પ્રેમ સંબંધોના વિરોધમાં પ્રેમિકાના ભાઈઓએ બોયફ્રેન્ડને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો હતો.બોયફ્રેન્ડ સાહિલ હાશ્મી, જે રેલ્વે ટ્રેક પર ઘાયલ મળી આવ્યો હતો, પોલીસે આ બાબતે ગુનો દાખલ કર્યો હતો પોલીસ દ્વારા હોસ્પિટલ. કેસની તપાસ કર્યા બાદ જીઆરપી પોલીસે સાહિલની હત્યાના મામલે યુવતીના પિતા શબ્બીર હાશ્મી, કાસિમ હાશ્મી અને ગુલામ હાશ્મી સહિત ૧૦ લોકોની ધરપકડ કરી છે.
ડોમ્બિવલી જીઆરપીને પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં રહેતો સાહિલ હાશ્મી, એક સગીર યુવતી સાથે પ્રેમમાં હતો, ગયા મહિને, ૧૫ જૂને, સાહિલે તેની ગર્લફ્રેન્ડને તેના ઘરની પાછળથી પીછો કર્યો હતો. ૧૮ જૂને , તે બંન્ને રત્નાગીરી એક્સપ્રેસ માં મુંબઇ રવાના થયા હતા.જ્યારે આ બાબતે યુવતીના પિતાને ખબર પડી કે તેની પુત્રી સાહિલ સાથે ભાગી ગઈ છે, ત્યારે યુવતીના પિતાએ તેના ભાઈને યુપીથી અંબરનાથમાં બોલાવ્યા અને તેને આ અંગે માહિતી આપી હતી.રત્નાગિરી એક્સપ્રેસ રાત્રે ૧૧ વાગ્યે કલ્યાણ પહોંચવાની હતી.આ પહેલા, યુવતીનો પિતરાઇ ભાઇ તેના મિત્રો સાથે કલ્યાણ સ્ટેશને પહોંચ્યો હતો.જ્યારે ટ્રેન કલ્યાણ સ્ટેશન પહોંચી ત્યારે યુવતીનો ભાઈ અને તેના મિત્રો ટ્રેનમાં ચઢયા અને બંન્નેને શોધી કાઢયા,અને સાહિલને ગંભીર રીતે માર માર્યા બાદ આરોપીએઓએ તેને કોપર અને દિવા રેલ્વે સ્ટેશનની વચ્ચે ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધો હતો, પહેલા તો પોલીસને તે અકસ્માત હોવાનું માન્યું હતું પરંતુ જ્યારે જીઆરપી પોલીસે સાહિલના સગા સંબંધીઓ સાથે વાત કરી હતી ત્યારે આ અકસ્માત નહીં હત્યા હોવાનું જાણવા મળ્યું હતું ડોમ્બિવલી જીઆરપીએ સાહિલ હત્યાની સાથે સંકળાયેલા ૧૦ આરોપીની ધરપકડ કરી છે. તે પૈકી એક આરોપી સગીર છે તેથી તેને ભિવંડી સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યો છે.



