ધોલાઈ નગર અકસ્માત પીડિતોનાં સબંધીઓને પાંચ લાખની સહાય
થાણે જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદે સોમવારે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલ કલવાના ઘોલાઇનગર ખાતે ભૂસ્ખલનને કારણે થયેલા પાંચ વ્યક્તિઓના મોતની પૃષ્ઠભૂમિ પર જોખમભયૉ વિસ્તારના રહેવાસીઓને તાત્કાલિક બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકાર તરફથી પાલક મંત્રી એ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રહેવાસીઓના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા રહેવાસીઓની છત્રપતિ શિવાજી હોસ્પિટલ, કલવા ખાતે સારવાર ચાલી રહી છે. શિંદે હોસ્પિટલમાં ગયા અને ઈજાઓ પામેલા ઓની મુલાકાત લઈ તબીયત વિશે પૂછપરછ કરી. તેમણે એમ પણ કહ્યું કે સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
દર વર્ષે ચોમાસાની પૃષ્ઠભૂમિ સામે કોર્પોરેશન ધોખાદાયક મકાનો અને જોખમી સ્થળોએ રહેતા રહેવાસીઓને નોટિસ ફટકારે છે. જો કે, નોટિસ પર રોકાયા વિના શ્રી.શિંદેએ મ્યુનિસિપલ કમિશનર ડો. વિપિન શર્માને આદેશ આપ્યો કે તેમને બહારકાઢી વ્યવસ્થા કરો. આ પ્રસંગે મેયર નરેશ મ્હસ્કે, કલેક્ટર રાજેશ નારવેકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે બપોરે ધોલાઈ નગરમાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ પ્રભુ યાદવ, વિદ્યાદેવી યાદવ, રવિ યાદવ, સિમરન યાદવ, સંધ્યા યાદવ છે અને આ અકસ્માતમાં બચી ગયેલી બે બહેનોના નામ પ્રીતિ યાદવ અને આંચલ યાદવ છે. અને તેમને છત્રપતિ શિવાજી હોસ્પિટલ કલવામાં દાખલ કરવામાં આવ્યા હતા. શિંદેએ હોસ્પિટલના વહીવટીતંત્રને તેમની સારવારમાં કોઇ કમી ન રહે તેવી સલાહ પણ આપી હતી.



