કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકામાં ટ્રાફિકની સમસ્યા ખુબજ વિકરાળ બનતી જાય છે. મનપા એ તેના માટે સિગ્નલ વ્યવસ્થાઓ કરી છે પરંતુ તે અપુરતી છે બન્ને શહેરોમાં ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ કરીને ટુ વિલર્સ વાહનોને ખાસ નિશાન બનાવી દંડવામાં આવે છે તો કેટલીક વખત કટકી કરીને છોડવામાં આવે છે. જ્યારે ફોર વિલર્સ માટે કોઇ નિતી નિયમ કે દંડવાની પ્રક્રિયા થતી નથી તેવું ખાસ આ વગર કારણે દંડાયેલા ટુવિલર્સના માલિકો કરી રહ્યા છે અને દરરોજનો હજારો રુપિયાનો દંડ ભરે છે. ટ્રાફિક વિભાગ દ્વારા દંડ તો આકારવામાં આવે છે પરંતુ મનપા અને ટ્રાફિક વિભાગ એ કલ્યાણ-ડોંબિવલી શહેરમાંના ટુવિલર્સ, ત્રિ-વિલર્સ, ફોર વિલર્સ વાહનોની સંખ્યા પ્રમાણે પાર્કિગ ઝોન તૈયાર કરવા પડે અને આ વાહનોને પાર્કિગની વ્યવસ્થા કરવી જોઇએ અન્યથા વ્યવસ્થા કયર્િ વગર દંડ આકારવો બિન કાયદેસર છે. મનપએ નાટ્યગૃહ, સિનેમા હોલ, હોસ્પિટલો, બેન્કો,દવાખાના, હોટલો, સમાજ મંદિરો તથા વિવિધ બજાર પેઠોમાં આવનારા લોકો માટે પાર્કિગની વ્યવસ્થા કરવી જરુરી છે અને વ્યવસ્થા ન હોય તો લોકો એ ક્યાં જવું? રસ્તાઓમાંં નો પાર્કિગ અને પાર્કિગનાં સ્પષ્ટ બોર્ડ હોવા જોઇએ પરંતુ તે અંગેની કોઇ નિતી-નિયમ પાળવામાં આવતો નથી ગમે ત્યારે ગમે ત્યાં પાર્કિગ નોપાર્કિગના બોર્ડ લાગે છે અને ઉખાડી પણ દેવાય છે. ઘણી વખત તો હોટલવાળા કે અન્ય મસલ પાવરવાળા જાતે આવા પ્રકારના બોર્ડ લગાવે છે દરેક દંડીત ટૂ-વિલર્સ માલિકો આરોપ કરે છે કે આ ટ્રાફિક વિભાગના પોલીસો ફક્ત ટુ-વિલર્સને દંડ કરે છે જ્યારે ફોર વિલર્સ તરફથી સોપ્ટ કોર્નર રાખે છે. આવું શા માટે?
કલ્યાણ ડોંબિવલી મહાનગરપાલિકા પ્રશાસન અને ટ્રાફિક વિભાગ બંન્ને મળીને આ ગંભીર બનતી સમસ્યા તરફ વિચાર કરવો જરુરી છે. લાખોની સંખ્યામાં શહેરમાં વાહનો છે પરંતુ તે પ્રમાણે પાર્કિગની જગ્યા નથી. જગ્યા છે ત્યાં વ્યવસાય કરાતી નથી. વ્યવસ્થા છે ત્યાં ઘણી ખામીઓ છે. શહેરમાં પાર્કિગ ઝોન બનાવવા જરુરી છે અને જરુર પડે તો વાહન ચાલકો પાસેથી પાર્કિગ ચાર્જ વસુલ કરો પરંતુ વાહનો ઉપાડી જઇ વાહનોનું નુકસાન કરીને શિસ્ત નહીં આવે. વ્યવસ્થા કરશો તો આ ગંભીર પ્રશ્ર્ન પણ ઉકેલાશે એમાં બેમત નથી.



