થાણા જીલ્લામાં પાછલા વર્ષે માર્ચ મહિનાની આખરે કોરોનાએ પ્રવેશ કર્યો હતો અંબરનાથ, કલ્યાણ, ભિવંડી, શાહપુર અને મુરબાડ આ તાલુકાઓમા શરુઆતના સમયગાળા દરમ્યાન પેશંન્ટ વધવાનો દર ઓછો હતો સમય જતાં તેમાં વધારો થયો આ ભાગોમાં દરરોજ ૧૦૦થી વધુ પેશંન્ટો આવવાની શરૂઆત થઇ.
પહેલી લહેર ઓછી થયા બાદ ફરી માર્ચ મહિનામાં કોરોનાનો પ્રાદુર્ભાવ વધવા લાગ્યો તેથી ગ્રામીણ વિસ્તારોમાં કોરોના બાધિતોની સંખ્યા ૩૯,૩૬૩ જ્યારે મૃત્યુની સંખ્યા એક હજાર ૧૮૪ ઉપર પહોંચી. કોરોનાના સંક્રમણને રોકવા માટે જીલ્લા પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ઉપાયો યોજનાઓ શરુ કરી જીલ્લા પંચાયત અને સમાજ માધ્યમો,ચિત્રફિતી મારફત નાગરિકોમાં જન જાગૃતિ કરવામાં આવી તેમજ પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવા, તે ક્ષેત્રોમાંના ઘરોના સર્વેક્ષણ નુ કામ કરવામાં આવ્યું તેથી ગ્રામીણ વિસ્તારોમાં ના કોરોના પેશંન્ટો શોધવાનુ કામ સરળ બન્યું.
જીલ્લામાંની કેટલીક ગ્રામ પંચાયતોએ સામેથી આગળ આવી અનેક ઉપાય યોજનાઓ શરુકરી તેથી૧૭૨ ગ્રામ પંચાયતોમાં કોરોનાથી થનારાં મૃત્યુ ને રોકવામાં યશ મળ્યો.
થાણા જીલ્લા પંચાયત ના મુખ્ય કાયૅકારી અધિકારી ડૉ.રૂપાલી સાતપુતે અને ઉપ મુખ્ય કાયૅકારી અધિકારી (ગ્રા.પ.) ચંન્દ્રકાન્ત પવારના માગૅદશૅન હેઠળ ગ્રામ પંચાયત ક્ષેત્રમાં લીલી ઝંડી ફરકાવવાની યુક્તિ લગાવવામાં આવી જે ગામોમાં ૨૮ દિવસ ના સમયગાળામાં એક પણ કોરોના પેશન્ટ જણાય નહી એવી ગ્રામ પંચાયતો ઉપર આ લીલી ઝંડી ફરકાવવામાં આવી તેથી જીલ્લામાંની ૧૫૭ ગ્રામ પંચાયતોમાં આ લીલી ઝંડી ફરકી હતી.



