.
આનંદ મોરે
પત્રકારીતા ક્ષેત્રમાં પત્રકાર અને જનસામાન્ય લોકો માટે સતત કામ કરનાર પ્રેસ ક્લબ કલ્યાણ, છેલ્લા ૨૨ વર્ષથી વધુ સમયથી રજીસ્ટર સંસ્થા હોઈ આ વિસ્તારમાં કાયૅરત છે. આ સંસ્થાની સવૅ સાધારણ સભા રાજા હોટલમાં મળી હતી તેમાં સવૉનુમતે લોકમતના ફોટોગ્રાફર આનંદ મોરેને ફરીથી પ્રેસ ક્લબ કલ્યાણના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે, અશોક વર્મા, (નવભારત) ઉપપ્રમુખ, વિષ્ણુકુમાર ચૌધરી, (ગુજરાત સમાચારો) સેક્રેટરી, એસ.એન. દુબે (પત્રીકા) ખજાનચી તરીકે વરણી કરાઈ છે જ્યારે કારોબારી સમિતિ ના સભ્યો તરીકે અતુલ ફડકે, સમના ના દત્તાત્રય બાઠે, કોંકણ ન્યૂઝના પ્રવિણ આંબ્રે, કલ્યાણ પ્રજારાજના રવિ ચૌધરી, જ્યારે થાણે વૈભવના વરિષ્ઠ પત્રકાર રમેશ દુધાલકર અને વરિષ્ઠ ફોટોગ્રાફર નવીન ભાનુશાલીને સલાહકારો તરીકે નિયુક્ત કરાયા છે.૨૦૨૦ થી કોરોના રોગચાળો ફેલાયો છે તેથી કોઈ નક્કર કાર્યવાહી કરી શક્યો ન હોવાથી પ્રમુખ આનંદ મોરેને એક વર્ષના વિસ્તરણ સાથે સર્વાનુમતે ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.શહેરના પત્રકારોને વિવિધ સરકારી યોજનાઓ, જીવન વીમોનો લાભ મળે માટે પ્રયત્ન કરવા, દરેક પત્રકારને મેડિકલેમ, પોલીસ વિભાગ, મ્યુનિસિપલ અધિકારી,અન્ય સરકારી અધિકારીઓ સાથે વાતૉલાપ મારફત નાગરિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે એવું નવા ચૂંટાયેલા પ્રમુખ આનંદ મોરેએ જણાવ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ મીડિયાને માર્ગદર્શન આપવા અને વિશેષ સન્માન માટે નિષ્ણાંતોનું સેમિનાર યોજશે. પત્રકારત્વના ક્ષેત્રે નવીન કામગીરી કરનારાઓને પૂર્વપ્રમુખ નવીનભાઇ ભાનુશાળી, રમેશ દુધાલકર નવા પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને સભાના અંતમાં સચિવ વિષ્ણુ કુમાર ચૌધરીએ આભાર માન્યો હતો.




