Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

"જૂના વિવાદના મામલે ૨૧ વર્ષીય યુવાન નુ ખૂન; પોલીસે કલાકોમાં ૫ આરોપીઓને ઝડપી લીધા અંબરનાથ પૂર્વના શિવમંદિર વિસ્તારની ઘટના


જૂના વિવાદના મામલે ૨૧ વર્ષીય યુવકનુ અંબરનાથમા તીક્ષ્ણ હથિયાર ઘા ઝીંકી દઈ ખૂન કરવામાં આવ્યું છે ખૂન થયેલ  યુવકનું નામ ભાવિક શિંદે છે. આ ગુનામાં ગણતરી ના કલ્લાકોમા પોલીસે  ૫ આરોપીઓને ઝડપી લીધા બાદ હાથકડી પહેરાવવા માં આવી છે. આ બનાવ મંગળવારે રાત્રે બન્યો હતો. આ ઘટના અંબરનાથ પૂર્વમાં શિવ મંદિર વિસ્તારમાં આવેલી એક શાળાની નજીક બની હતી.

ઉલ્હાસનગર કેમ્પ ૪ વિસ્તારમાં રહેતા ભાવિક શિંદે નામનો એક યુવક કેટલાક મિત્રો સાથે ત્યાં બેઠો હતો ત્યારે ત્યાં આવેલા કેટલાક લોકોએ તેને માર માર્યો હતો અને તીક્ષ્ણ હથિયારથી તેના પર હુમલો કરી ખૂન કર્યુ હતું. આ ઘટના બાદ શિવાજીનગરપોલીસ ઘટના સ્થળે દોડી આવી ભાવિકના મૃતદેહને ઉલ્હાસનગર ની સેન્ટ્રલ હોસ્પિટલમાં શબ પરીક્ષણ માટે મોકલાવ્યો છે. ખૂનની તપાસના કલાકોમાં જ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. આ કેસનો મુખ્ય આરોપીની આજે બપોરના સુમારે પોલીસે ધરપકડ કરી હતી. તેમાંથી ચારને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે સાત દિવસના પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો છે. આ મામલામાં બીજું કોઈ સંડોવાયું  છે કે ? વળી, જૂના ઝઘડાને કારણે ભાવિકની હત્યા કરવામાં આવી હતી? શિવાજીનગર પોલીસ હવે આગળ તપાસ કરી રહી છે."

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads