Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ખાનગી હોસ્પિટલે કરી ત્રણ લાખ ૫૮ હજાર ની વિજળી ચોરી, કલ્યાણનો બનાવ, કારવાઈ શરૂ


વિજળી બિલની થકબાકી ને લીધે વિજળી પુરવઠો કપાયેલ કલ્યાણ પૂર્વની એક ખાનગી હોસ્પિટલે ૩ લાખ ૫૮ હજાર રૂપિયાની વિજળી ચોરી કરી હોવાની ઘટના બહાર આવી છે.

મહા વિતરણ ના કલ્યાણ પૂર્વ ઉપ વિભાગ ૧ અને ભરારી પથકે કરેલી સંયુક્ત કાર્યવાહી મા આ ઘટના બહાર આવી હતી.ચોરીની વિજળી નુ બિલ અને દંડ ની રકમભરવા બાબતે આ હોસ્પિટલ ને નોટીસ ફટકારવામાં આવી છે. ઠરાવેલી મુદતમાં આ રકમન ભરાતાં વિજળી ચોરીનો ગુનો દાખલ કરવા માટે ફરીયાદ કરવામાં આવશે એવુ બુધવારે કાઢેલી મહા વિતરણની પ્રેસનોટમાં જહેર કરાયુ છે.

હોસ્પિટલનુ ૯ લાખ રૂપિયાનુ વિજળી બિલ થકબાકી વસુલવા અધિકારીઓ એ વિજળી પુરવઠો ખંડીત કરવામાં આવ્યો હતો. થકબાકી વિજળી બિલ ભરવા માટે વારંવાર ઉઘરાણી કરવા છતા હોસ્પિટલ એ વિજળી બિલ ભરણુ કર્યું નથી ઉલટું અગાઉના જુનાનામે હોસ્પિટલ શરુ હોવાનું જાણાઈ આવ્યું.મહા વિતરણ ના કમૅચારીઓ એ તપાસવા જતાં હોસ્પિટલ ની વિજળી જનરેટર પર શરુ હોવાનું દશૉવ્યુ.સતત ૧૫ દિવસ નજર રાખતાં હોસ્પિટલની બનવા બનવી ઉગાડી પડી.મહાવિતરણના કમૅચારીઓ તપાસમાં આવે ત્યારે જનરેટર નો ઉપયોગ અને અન્ય સમયે વિજળી ચોરીથી વાપરવી હોવાનું સંયુક્ત કાર્યવાહી મા બહાર આવ્યું.મુખ્ય ઈજનેર દિનેશ અગ્રવાલ અને સુપ્રિટેન્ડેન્ટ ઈજનેર સુનિલ કાકડે ની દોરવણી મા કલ્યાણ પૂર્વ ના એડિશનલ કાયૅકારી અધિકારી જીતેન્દ્ર પ્રજાપતિ ના પથકે કામગીરી કરી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads