કેન્દ્રીય રાજ્ય મંત્રી કપિલ પાટીલના પ્રયત્નો; આવતીકાલ સુધી કલ્યાણ મ્યુનિસિપલ ખાતામાં પૈસા
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનને આ વિસ્તારમાં વધતા જતા વાયુ પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૩૩ કરોડ ૧૧ લાખના ભંડોળને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના ૧૫ મા નાણા પંચ અનુસાર, મિલિયન પ્લસ સિટી યોજનામાંથી બે દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખાતામાં આ ભંડોળ જમા થશે. કેન્દ્રીય પંચાયત રાજ રાજ્ય મંત્રી કપિલ પાટિલ આ ભંડોળ કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન માટે મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા.
૧૫ માં નાણાં પંચ અનુસાર, મ્યુનિસિપલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે પ્રમાણે, કેન્દ્ર સરકારમાંથી રાજ્ય સરકારને નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે, તે ભંડોળ કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા ને પ્રાપ્ત થયું નોહતું. સાંસદ તરીકે, કપિલ પાટીલે ૨૯ જૂને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને એક પત્ર મોકલ્યો હતો. તેમાં પણ વિનંતી કરવામાં આવી હતી કે સંબંધિત ભંડોળ વહેલી તકે કડોમપાને આપવામાં આવે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન પદ સ્વીકાર્યા બાદ કપિલ પાટીલે ઝડપથી ભંડોળ મેળવવાનો પ્રયાસ કર્યો. અંતે, બે દિવસમાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં ૩૩ કરોડ ૧૧ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. આ સંદર્ભે તકનીકી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવાના પ્રદૂષણને ઘટાડવા મિલિયન પ્લસ સિટી યોજનામાંથી એક યોજના તૈયાર કરી છે. તેમાં વાવેતર, ઔદ્યોગિક નવીનીકરણ, ઇલેક્ટ્રિક અથવા ગેસ સ્મશાન, ટ્રાફિક ભીડ ઘટાડવાના સંકેતો, ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન, વાયુ શુદ્ધિકરણ એકમો, પ્રદૂષણ અને હવા ગુણવત્તા નિરીક્ષણ કેન્દ્રોને સ્થાપવા માટેનો તેમા સમાવેશ કરવામાં આવશે.



