ગરદુલ્લા તરફથી એક યુવતીની છેડછાડ કરાયાની ઘટના ડિસેમ્બર ૨૦૨૦મા સ્કાયવૉક પર બની હતી. રેલ્વેસ્ટેશન પરિસરમાં ફેરીવાળાઓનુ અતિક્રમણ અને ગંભીર બનતી ટ્રાફીક સમસ્યામાંથી છુટકારો મેળવવા નાનામે ૨૦૧૦-૧૧ માં કલ્યાણ-પશ્ર્ચિમ તરફ સ્કાય વૉક ઉભો કરાયો હતો.એમ.એમ.આર.ડી.એ. બાધેલા સ્કાયવૉકની સંભાળ રાખવાની જવાબદારી કડોમપા પ્રશાસનની છે. આ સ્કાયવૉકપર ફેરીયાઓના અતિક્રમણની સાથે સાથે ભિખારી,ગરદુલ્લાઓનો અહી ઉપદ્રવ છે. વહેલી સવારે અથવા મોડી રાત્રે આ સ્કાયવૉક ઉપરથી જવામાટે કોઈ રાજી થતુ નથી. દિવસેજ સ્કાયવૉક પર ભિખારી,ગરદુલ્લાઓ તરફથી નૈસર્ગિક વિધી કરવાથીલઈ અશ્ર્લીલચાળા કરવાસુધીની અનેક ગેર પ્રકારની ધટનાઓ બને છે તેથી સ્કાયવૉક બકાલ થયો છે રવિવારે બનેલી ઘટનાબાદ પણ ગરદુલ્લાઓનો બંદોબસ્ત કરવામાં સંબંધિત યંત્રણાને મુહર્ત મળ્યુ નથી. ડિસેમ્બરમાંની છેડછાડની ઘટનાબાદ પોલીસે ક્લોમ્બિગ ઓપરેશન કરી ગરદુલ્લાઓ સહિત ભિખારીઓને ભગાડી મુક્યા હતા પરંતુ થોડાક દિવસ જતાં તેઓ પરત આવી ગયા હતા. ગરદુલ્લાઓની એક ટોળકી અહી ફરતીહોવાનુ ચિત્ર બુધવારે સ્કાયવૉક ઉપર જણાયુ.બૈલબજાર ચૌક અને ગુરુદેવ હોટલ તરફજનારા સ્કાયવૉક પર ગરદુલ્લાઓ હર હંમેશ જણાય છે સ્કાયવૉક ઉપર ગરદુલ્લાઓ રહેવાના હોયતો સ્કાયવૉક ની જરૂર શી ? સ્કાયવૉક પાડી નાખો એવી માગણી નાગરિકો કરે છે.
ભિખારી, ગરદુલ્લાઓનો અડ્ડો બનેલો કલ્યાણ નો સ્કાયવૉક પાડી નાખો! પાદચારીઓની માગણી, ભર દિવસે મારામારી, અશ્લીલચાળા
જુલાઈ 29, 2021
0
હદ પરથી ભિખારીઓમા થયેલા વિવાદમાં મહિલાને સ્કાયવૉકપરથી નિચે ફેકનારો ભિખારી આ ગરદુલ્લો હોવાનુ બહાર આવ્યુ છે. કલ્યાણમા એમ.એમ.આર. aડી.એ. એ બાધેલો સ્કાયવૉક આ ગરદુલ્લાઓનો અડ્ડો બન્યો હોઈ ભર દિવસે તેના પરથી પસાર થતાં લોકો જીવ મુઠ્ઠી માં લઇ પસાર થાય છે. ગરદુલ્લાઓની મારામારી સવૅસામાન્યલોકો પાસે પૈસા માટે દોડી જવુ, બાળકીઓ તથા મહિલાઓની છેડછાડ કરવી, અશ્ર્લીલચાળાના હાવભાવ કરવા,એવા બનાવો દરરોજ સ્કાયવૉક પર બને છે પરંતુ તે તરફ નતો પોલીસ ધ્યાન આપે છે નહી મહાનગરપાલિકા કમૅચારીઓ તેથી ગરદુલ્લાઓને એસો આરામ કરવા બાંધેલો આ સ્કાયવૉક તોડી પાડવાની માગણી સવૅસામાન્ય નાગરિકો કરે છે.




