ક્રાઇમ બ્રાંચ યુનિટ ૩ ના સિનિયર પોલીસ ઈન્સપેક્ટર સંજુ જૉનએ જણાવ્યું હતું કે પૂછપરછમાં ૨ જૂનના રોજ મૃતક પ્રવીણની પત્ની લક્ષ્મી પ્રવીણ પાટિલ તેના બોયફ્રેન્ડ અરવિંદ ઉર્ફે મારી રામ અને તેનો મિત્ર સન્ની સાગર સાથે વજરેશ્વરીમાં ફરવા ગઈ હતી. તે રાત્રે લક્ષ્મી તેના પ્રેમી અરવિંદના ઘરે રોકાઈ હતી તેણે તેના બોયફ્રેન્ડને કહ્યું કે તેનો પતિ પ્રવીણ દરરોજ તેને ત્રાસ આપે છે. આ વાતથી ઉશ્કેરાયેલા પ્રેમી અરવિંદ ઉર્ફે મારી રામ તેના પતિને સમજાવવા ઘરે લઈ આવ્યો હતો. પરંતુ પત્ની લક્ષ્મીને ત્યાં જોઇને પ્રવીણ ગુસ્સે થઈ ગયો હતો અને પતિ પત્ની બંન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો ત્યારે ગુસ્સામાં આવેલા અરવિંદ ઉર્ફે મારી રામ અને મિત્ર સન્ની સાગર અને પત્ની લક્ષ્મીએ પહેલા પ્રવીણને લાત મારી મારજુડ કરી હતી અને પછી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પ્રવિણને મોતને ઘાટ ઉતાર્યો હતો.ત્યારબાદ તેનો મૃતદેહ ચટાઈમાં લપેટી તેને બદલાપુર-કરજત માર્ગ પર શેલુ ગામ નજીક ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સંજુ જૉનએ જણાવ્યું હતું કે, મૃતકની પત્નીના નિવેદનમાં વિરોધાભાસ હોવાને કારણે તેના જ્યારે કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી, ત્યારે શંકાની સોય મૃતકની પત્ની લક્ષ્મી ઉપર ગઈ હતી. આ ગુનામાં ઉડાણપૂર્વક પૂછપરછ કર્યા બાદ બહાર આવ્યું છે કે પ્રવીણનુ ખૂન તેની પત્ની લક્ષ્મી અને બોયફ્રેન્ડ અરવિંદ ઉર્ફે મારી રામ અને મિત્ર સન્ની સાગરે મળીને કર્યું છે. વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર સંજુ જૉન ઉપરાંત પીઆઈ વિલાસ પાટિલ, એપીઆઈ ભૂષણ દયામા, પીએસઆઈ નીતિન મુડગુન, પીએસઆઈ શરદ પાંજે અને પીએસઆઇ મોહન કલામકરે આ ખૂન કેસનો પર્દાફાશ કરવામાં વિશેષ ભૂમિકા ભજવી હતી.
પ્રેમી સાથે મળીને પતિનુ ખૂન કરનારી પત્ની સહિત ત્રણ વ્યકિતની કલ્યાણ ગુના શાખાએ કરી ધરપકડ
જૂન 19, 2021
0
પ્રેમી સાથે મળીને પતિનુ ખૂન કરાવનારી પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કર્યા બાદ કલ્યાણ ક્રાઇમ બ્રાંચે આગળની કાર્યવાહી માટે આરોપીઓને માનપાડા પોલીસને હવાલે કર્યો છે. આ ઘટના ૨ જૂન છે. આ કેસમાં ૪ જૂને પત્નીએ પતિ પ્રવીણ પાટિલના ગુમ થયાનો અહેવાલ પોલીસ સ્ટેશનમાં આપ્યો હતો.
Tags




