Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ ઝોનમાં સ્ટ્રીટ લાઇટ અને પાણી પુરવઠાના ૧૩૫ કરોડનું વીજળી બિલ થકબાકી


તમામ કેટેગરીના દસ લાખ ગ્રાહકોના ૫૫૨ કરોડની બાકી; વીજળીના બીલ ભરવામાં સહયોગ આપવા મહા વિતરણની અપીલ 

એમએસઈડીસીએલના કલ્યાણ ક્ષેત્રમાં સ્ટ્રીટ લાઇટ અને પાણી પુરવઠા યોજનાઓના વીજ જોડાણના બાકી રૂ.૧૩૫ કરોડ પહોંચી ગયા છે.  તમામ કેટેગરીના લગભગ ૧૦ લાખ ગ્રાહકોના ૫૫૨ કરોડ રૂપિયાની થક બાકી છે.  વીજળીનું બિલ ભરીને મુશ્કેલ આર્થિક સ્થિતિમાં મદદ કરવા માટે મહા વિતરણએ અપીલ કરી છે.

કલ્યાણ પરિમંડળ અંતર્ગત થાણે અને પાલઘર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ૧૭૩૧ સ્ટ્રીટ લાઇટ જોડાણો માટે ૧૨૪.૨૦ કરોડનું વીજ બિલ ચૂકવવામાં આવ્યું છે.  બીજી બાજુ, શહેરી વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટના ૨૦૧૭ ના વીજળી કનેક્શન માટે રૂ. ૫૧ કરોડ બાકી છે.  પાણી પુરવઠા યોજનાઓના ૧૦૩૧ પાણી જોડાણોના બાકી ૪ કરોડ ૪૦ લાખ થઈ ગયા છે.  બંન્ને જાહેર સેવાઓનાં બાકી વીજબીલ ચૂકવીને અવિરત વીજળી સેવાનો લાભ લો, અન્યથા આ સેવાઓનો વીજ પુરવઠો ખોરવાશે એવી ચેતવણી મહા વિતરણ એ આપી છે.

આ ક્ષેત્રના ૯ લાખ ૯૯ હજાર ઘરેલું, વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકો પાસે ૪૪૧ કરોડના વિજળી બિલોની થકબાકી છે. પેન્ડીગ વીજ બિલ વસૂલવા માટે વીજ પુરવઠો કાપવામાં આવી રહ્યો છે. વિજ ગ્રાહકો ને  અગવડતા ટાળવા માટે, એમએસઇડીસીએલ અપીલ કરી રહી છે કે એમએસઇડીસીએલ તરફથી ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લેવા અને વર્તમાન અને થકબાકી રહેલા વીજળીના બીલ ચૂકવીને સહકાર આપવા અપિલ કરવામાં આવી છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads