જૂના માલિકોના નામ પરથી નવા માલિકોના નામપર ગાડી હસ્તાંતરણ કરવામાટે થાણા આર ટી ઓ કચેરીમાં બનાવટી આરસી સ્માર્ટ કાર્ડ રજૂ કરાયા હોવાથી માહિતી બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. સરકાર સાથે છેતરપિંડી કરવા બાબતે થાણા નગર પોલીસ સ્ટેશનમાં ૧૬ ગાડી માલિક અને એજંન્ટો મળિ કુલ ૩૦ વ્યક્તિઓના વિરોધમાં શુક્રવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ખાસતો એકે આર ટી ઓ કચેરીમાંના એક કર્મચારી એ કરેલી ફરીયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ગાડી નોંધણી અથવા ગાડીવગૅ કરાયા બાદ વાહન માલિક ને આરટીઓ કચેરી તરફથી ગાડી નોંધણી પ્રમાણ પત્ર તરીકે આર સી સ્માર્ટ કાર્ડ આપવામાં આવતુ હોઈ આ કાડૅમા રહેલી ચીનમાં ગાડીની સંપૂર્ણ માહિતી હોય છે પરંતુ આરસી સ્માર્ટ કાર્ડનુ બનાવટીકરણ રોકવા માટે આરટીઓ પાસે આરસીએમ આરઝેડ નામની કોમ્પ્યુટર પ્રણાલી પણ છે આ પ્રણાલીમાંના આરસી કાડૅ રિડરમાં આરસી સ્માર્ટ કાર્ડ નાખતાં તે ચીપમાં વાહનની સંપૂર્ણ માહિતી કોમ્પ્યુટર મા જોવા મળે છે તેમજ તે માહિતી ની પ્રીન્ટ નિકળી શકે છે. આવા પ્રકારે આરસી કાડૅને કોમ્પ્યુટર મા તપાસવાની પ્રક્રિયા ફેબ્રુઆરી ૨૦૨૧થી થાણા આરટીઓ કચેરીમાં શરૂ કરવામાં આવી છે. આવશ્યક ફોર્મ તેમજ જેના નામપર ગાડી વગૅ કરવાની છે તેનુ ઓળખ પત્ર રજૂ કરવામાં આવે છે તેની સાથે આ કાગળ પત્રો સાથે ગાડીનુ મુળ આરસી સ્માર્ટ કાર્ડ પણ રજૂ કરવુ જરૂરી છે ત્યારબાદ આરસી સ્માર્ટ કાર્ડ ની કોમ્પ્યુટર પ્રણાલી મા તપાસ કયૉ બાદ સ્માર્ટ કાર્ડ પરની માહિતી અને ચીપમાની માહિતી મેળખાતી ન હોયતો આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
પરંતુ થાણા સેન્ટ્રલ જેલ પાસેની આરટીઓ કચેરીમા ગાડીના જૂના માલિકના નામ પરથી નવા માલિકના નામે કરવા માટે આપવામાં આવેલ આરસી કાડૅ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૧થી ૧૨ માર્ચ આ સમયગાળા દરમિયાન વાહન માલિક અને એજંન્ટો મારફત આરટીઓ કચેરીમા આપવામાં આવેલ કુલ ૧૬ ગાડીઓના આરસી સ્માર્ટ કાર્ડ પરની માહિતી અને કોમ્પ્યુટર પ્રણાલી માં જણાઈ આવેલ કાડૅની ચીપની માહિતીમાં તફાવત જણાઈ આવેલ છે તેથી આ આરસી કાડૅ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું.



