Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કલ્યાણ-ડોમ્બિવલીના મુશળધાર વરસાદે મનપાનો ગટર, નાળા સાફ કયૉની પોલ ખૂલી, અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા

 
 

કલ્યાણ,ડોમ્બિવલી, ઉલ્હાસનગર, અંબરનાથ અને બદલાપુર વિસ્તારમાં આજે સવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદને પગલે અનેક ઠેકાણે નિચાણવાળા ભાગો તથા નાળા અને ગટરો પાણીથી ભરાઈ જવાથી જન જીવન ખોરવાઈ ગયુ હતુ  સાજના સમયે વરસાદ ધીમો પડતા લોકોએ રાહતનો દમ લીધો હતો

ચૌમાસાના પ્રથમ વરસાદે નગરપાલિકા, મહાનગરપાલિકાઓના ગટર અને નાળા સફાઈ ની પોલ ખુલી હતી.અનેક રસ્તાઓ મા પાણી નદીની માફક વહેવા લાગ્યા હતા. કલ્યાણ અને ડોમ્બિવલીના અનેક ભાગોમાં પાણી ભરાઇ ગયા હતા,ટિટવાલા વિસ્તારમાં પણ પાણી ભરાઇ ગયા ના સમાચાર મળ્યા છે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. કલ્યાણ ઈસ્ટ ના ભાજપા આમદાર ગણપત ગાયકવાડે  શહેરમાં પાણી ભરાઇ ગયેલ ભાગોની મુલાકાત લઈ ને સત્તાધારી તેમજ પાલીકા પ્રશાસનના ગટર નાળા સાફ કરવાના ૨૫ કરોડના ટેન્ડર અંગે સવાલ ઉભો કરી તેમના પાણીનહી ભરાયના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો ડોબીવલીના સ્ટેશન પરિસરમાંના રસ્તા અને દુકાનોમાં હર વર્ષ ની માફક પાણી ભરાઇ ગયા હતા.કલ્યાણ શિવાજીચૌકમા પણ પાણી ભરાઇ ગયુ હતુ. આ શિવાય ઉલ્હાસનગર, અંબરનાથ અને બદલાપુર ના નિચાણવાળા વિસ્તારોમાં ચૌમાસાના પ્રથમ વરસાદે ઠેર ઠેર પાણી ભરાઇ જવાથી રસ્તા વચ્ચે વાહનો બંધ થવાથી ટ્રાફીક ની સાથે સાથે લોકોનુ જન જીવન ખોરવાઈ ગયું હતું જ્યારે ખરેખર આગાહી પ્રમાણે થાણા જિલ્લામા અતિવૃષ્ટિ થશે તો કેવા હાલ થશે એવો પ્રશ્ર્ન નાગરીકો કરી રહ્યા છે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads