નવીમુંબઇના એરપોર્ટને લોકનેતા દિ.બા.પાટિલનુ નામ આપવાની માંગણી માટે કલ્યાણમાં માનવ સાંકળ આંદોલન આજે કરવામાં આવ્યું હતું. આ આહવાનને સમથૅન આપીને કલ્યાણમાં છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવારના નેતૃત્વમાં કલ્યાણ પશ્ચિમના દુર્ગાડી કીલા ચોક સુધી માનવ સાંકળની રચના કરવામાં આવી હતી.આ પ્રસંગે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરી માનવ સાંકળની શરૂઆત કરવામાં આવી હતી. આ માનવ સાકળમા કામદારો, મજૂરો, ખેડુતો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પૂર્વ સાંસદ તેમજ અગ્રણી નેતા સ્વર્ગીય દિ.બા.પાટિલનુ નામ નવી મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનમથકને આપવાની વિનંતી કરીએ છીએ તેવી માગણી કરી હતી. મહારાષ્ટ્ર સરકાર ક્યાંય પણ આ બાબતે સકારાત્મક વિચાર કરતી હોય તેવું જણાતું નથી.
નવી મુંબઈના લોકનેતા દિ.બા.પાટિલ એ ખેડુતો, વંચિતો, અત્યંત ગરીબો, ભૂમિપુત્રો, બહુજનનોના હક્કો માટે લડ્યા હતા. તે માટે આજે સમગ્ર બહુજન સમાજ રસ્તાઓ પર ઉતરી ગયો છે. અગારી, કોળી સમાજની માંગને પણ બહુજન સમાજ અને ભટકે વિમુક્ત સમાજે સમર્થન આપ્યું છે. સાંસદ દિ.બા. પાટીલના નામ આપવામાં ત્યાં કોઈ રાજકારણ હોવું જોઈએ નહીં, પાટિલના નામનો વિરોધ કરવા ની જરૂર નોહતી. પરંતુ દુર્ભાગ્યવશ, મહાવીકસ આગાડીની સરકાર તીકડમ સરકાર છે અને તેમણે તેમા જાણી જોઈને રાજકારણ કર્યું છે અને તેનો વિરોધ કરવા અમોએ આ આંદોલન કર્યું છે.આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર, પૂર્વ ધારાસભ્ય પ્રકાશ ભોઇર, પ્રેમનાથ મ્હાત્રે, અર્જુન ભોઇર, સંજય કારભારી, રવિ ગાયકર, અર્જુન મ્હાત્રે, ઉલ્હાસ ભોઇર, ગણેશ ચૌધરી, વિનોદ કેની, દિપક દોરલેકર, રાહુલ ભોઇર, શુભા પાધ્યે, રેખા તરે, પ્રિયા શર્મા અને પાર્ટીના અન્ય પદાધિકારીઓ અને સેકડો કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.



