નિર્દોષ બાળકનું અપહરણ કરવા બદલ પાંચ અપહરણકારોની ધરપકડ, આ ઘટનામાં બે મહિલાઓ પણ શામેલ, કલ્યાણ અને દિવા પાસેથી ધરપકડ
જૂન 09, 2021
0
કલ્યાણની મહાત્મા ફુલે પોલીસે નિર્દોષ ૬ માસનાં બાળકનાં અપહરણનાં મામલે બે મહિલાઓ સહિત પાંચ લોકોને ધરપકડ કરી છે. કલ્યાણ ડીસીપી વિવેક પાનસરે એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ઘટના ૫ જૂને બની હતી. મોહમ્મદઅલી ચોક પાસે શિવ મંદિરની બાજુમાં એક મહિલા બાળકો સાથે સૂઈ રહી હતી ત્યારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સે બાળકનું અપહરણ કર્યું હતું. મહાત્મા ફુલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંભાજી જાધવે જણાવ્યું હતું કે અપહરણનો કેસ નોંધાયા બાદ આ કેસની જવાબદારી તપાસ શાખાને સોંપાઇ હતી. ડીબીના એપીઆઈ સરોદે અને એપીઆઈ પ્રકાશ પાટિલની ટીમે સીસીટીવી ફૂટેજ દ્વારા શોધ શરૂ કરી કલ્યાણના પત્રી પુલ અને દિવા પાસેથી પાંચ અપહરણકારોની ધરપકડ કરી હતી. પકડાયેલા અપહરણકારોમાં વિશાલ ત્ર્યમ્બકે, કૃણાલ કોટ અને ફરહાન અબ્દુલ મજીદ ઉપરાંત આરતી કૃણાલ કોટ અને હીના ફરહાન મજીદનો સમાવેશ થાય છે. મહાત્મા ફૂલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંભાજી જાધવે જણાવ્યું કે, બાળક એક લાખ રૂપિયામાં વેચાયું હતું. જેમાં આરોપીએ ૪૦ હજારની એડવાન્સ પણ લઇ ગયો હતો. હાલ મહાત્મા ફુલે પોલીસે પાંચેય અપહરણકારોની ધરપકડ કરી છે અને આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવતા અપહરણકારોને ૧૪ મી જુન સુધી પોલીસ રિમાન્ડ પર રાખવાનો હુકમ ન્યાયાલયે કર્યો છે.
Tags



