કલ્યાણ ટ્રાફિક પોલીસે આજે અચાનક સરપ્રાઈઝ આપનારી કારવાઈ કરી છે. બુલેટમા મોડીફાઈડ કરેલા સાયલેન્સરને કાઢી તેના ઉપર રોલર ફેરવ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી કલ્યાણ ડોમ્બિવલી ટ્રાફીક શાખા દ્વારા બુલેટ સાયલેન્સર પર કાર્યવાહી કરી રહી છે. આ મોડીફાઈડ કરેલા સાયલેન્સરવાળી બુલેટો શહેરમાં અવાજનુ પ્રદુષણ ફેલાવતી હતી આવી લગભગ ૧૦૪ બુલેટ ગાડીઓ ઉપર કારવાઈ કરી સાયલંસર દૂર કરવામાં આવ્યા છે. દુર્ગાડી ચોકમાં રસ્તા વચ્ચે આ સાયલંસર રાખી તેના પર રોલર ફેરવીને સાયલેન્સરોને કાયમી ધોરણે નષ્ટ કરાયાં હતા. આ પ્રસંગે ટ્રાફીક વિભાગના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બાલાસાહેબ પાટીલ, મદદનીશ પોલીસ કમિશનર ઉમેશ માને પાટીલ અને કલ્યાણના ટાફીક પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ પાટિલ હાજર રહ્યા હતા.
ટ્રાફિક શાખાના ડેપ્યુટી કમિશનર, બાલાસાહેબ પાટીલે એ કહ્યું કે જે લોકોએ રંગીન કાચવાળા બુલેટ-પ્રૂફ ગાડીઓ,મોટરસાયકલો અને વાહનોની તકનીકી ડિઝાઇનમાં ફેરફાર કર્યા છે તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેવી જ રીતે સોમવારથી શહેરના પરિવહન પેટા શાખા દ્વારા કલ્યાણના દુર્ગાડી, સુભાષ ચોક, શહાડ નાકા અને પત્રીપુલ વિસ્તારમાં ૧૧૬ વાહનોમાંથી ૧૦૪ સાયલન્સરો વધુ અવાજ કરનારા ઝડપાયા હતા.
તેમની પાસેથી પ્રવર્તિત મોટર વાહન કાયદા મુજબ કુલ ૧ લાખ ૧૬ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. ઉપરાંત, કુલ ૬૪ વાહનચાલકોને તેમના વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવા બદલ કુલ ૧૨,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. કલ્યાણના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ પાટિલ, માસપોની સુનિતા રાજપૂત, પૌપાણી તુકારામ સાકુંડે અને પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેશે.
બુલેટ મોટરસાયકલોના યાંત્રિક ભાગો અને તકનીકી માળખામાં થતા ફેરફારોને કારણે વાયુ અને અવાજનું પ્રદૂષણ તેમજ રસ્તા પર અવાજ આવતા વાહનોની અનિયંત્રિત ગતિથી રાહદારીઓ, વરિષ્ઠ નાગરિકો અને બાળકો તેમજ આરોગ્ય શાંતિ જોખમમાં મુકાય નહી માટે પી.એ. સિસ્ટમ દ્વારા નાગરિકોને આવાહન કરી ને કલ્યાણ ક્ષેત્રમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.




