ઉલ્લાસનગર મહાનગરપાલિકામાં સત્તા શિવસેનાની હોવા છતાં સ્થાયી સમિતિનુ સભાપતિપદ ભાજપે. કબજે કરતાં શિવસેનાને મોટો આંચકો બેઠો છે ભાજપ આમદાર રવીન્દ્ર ચવ્હાણ અને ઉપમેયર ભગવાન ભાલેરાવ આ બંન્ને કિંગમેકર ઠર્યા છે અને શિવસેનાના રાજકીય દાવો સ્થાયી સમિતિમાંના કટ્ટર ભાજપવાદી સદસ્યોના લીધે અપયશી ઠર્યા હોવાનું કહેવાય છે
ઉલ્લાસનગર મહાનગરપાલિકા માં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં મેયરની ચૂંટણી ટાણે ભાજપમાંના ઓમી કલાની ટીમ સમથૅક નગરસેવકો એ શિવસેનાના લીલાબાઈ અશાન અને રિપાઈના ભગવાન ભાલેરાવ ને મતદાન કરી મેયર- ઉપમેયર પદે ચૂંટાઈ લાવ્યા હતા કલાની કુટુંબના એક સદસ્યને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી આપીશુ એવોશબ્દ આપી ભાજપાએ પાળ્યો નહતો.
આના નિષેધ માં ભાજપમાં ના ઓમી ટીમ સમથૅક નગરસેવકો એ પક્ષના વિપ વિરોધમાં જઈ શિવસેનાનાં અશાનને મતદાન કયુ હોવાની પ્રતિક્રિયા ઓમી કલાનીએ તે સમયે આપી હતી મહાનગરપાલિકા માં શિવસેના નો મેયર ચૂંટાયા બાદ ગતવર્ષે સ્થાયી સમિતિ સભાપતિપદ પોતાની પાસે રાખવામાં શિવસેનાને સફળતા મળી નોહતી. પહેલાંના શિવસૈનિક પરંતુ ભાજપના સ્થાયી સમિતિ સભ્ય વિજય પાટીલ ને સુચક અનુમોદન કરી સ્થાયી સમિતિના સભાપતિ પદે શિવસેના ચૂંટી લાવી હતી તેમજ ભાજપના સમિતિ સભ્ય ડૉ.પ્રકાશ નાથાનીને સભાપતિ પદની ચૂંટણી પહેલાં સદસ્ય પદથી રાજીનામુ આપવા ફરજ પાડી હતી.
દરમિયાન સ્થાયી સમિતિ સભાપતિપદ માટે રિપાઈના ગટનેતા, ઉપમેયર ભગવાન ભાલેરાવ ઈત્સુક હતા, પરંતુ શિવસેનાએ ના કહેતાં તેઓ ભાજપ આગાડીમાં જઈ સભાપતિ પદ મને શિવસેના ને નહી એવી ભૂમીકા રાખી તેમજ સ્થાયી સમિતિ માં ના કટ્ટર નગર સેવક મોકલવાની સલાહ ભાજપ નેતા ઓને આપી ગત સભાપતિ પદની હારનો હિસાબ બરોબર કરવામાટે આમદાર રવીન્દ્ર ચવ્હાણ,ભાલેરાવ, આમદાર કુમાર આયલાનીએ સ્થાયી સભ્યોને એક અઠવાડિયા પહેલાં અંડર ગ્રાઉન્ડ કયૉ હતા. તેથી શિવસેનાને ડાવપેચ ખેલવાનો સમય મળ્યો નહીં.
સ્થાયી સમિતિના સભાપતિ પદની બુધવારે થયેલી ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારએ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના ટોની સિરવાની બિન વિરોધ ચૂટાયા છે અને સ્થાયી સમિતિના સભાપતિ પદ પર થી સત્તાધારી શિવસેના આગાડીને મોટો આંચકો બેઠો છે મહાપાલિકા મા ઉપમેયર અને સ્થાયી સમિતિ સભાપતિપદ ભાજપ- રિપાઈ આગાડી પાસે છે



