કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૧૬ જાન્યુઆરીથી થાણે ગ્રામીણ વિસ્તારમાં કોવિડ નિવારણ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. હવે ગ્રામીણ ભાગોમાં પણ તેની શરૂઆત કરી છે. જીલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકર અને મુખ્ય કાયૅકારી અધિકારી ડો.ભાઉ સાહેબ ડાંગડેની સુચના મુજબ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનીષ રેગેના માર્ગદર્શન હેઠળ, કોરોના વાયરસના ચેપને રોકવા માટે થાણે ગ્રામીણ વિસ્તારમાં મહત્તમ સંખ્યામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર રસીકરણ સત્રો યોજવામાં આવી રહ્યા છે. આ સત્ર તેમના ઘરની શક્ય તેટલું નજીક ઉપલબ્ધ હશે.
આ સંદર્ભે, થાણેના ગ્રામીણ અને મ્યુનિસિપલ વિસ્તારોમાં, મંગળવાર, ૧૫ જૂન, ૨૦૨૧, એક જ દિવસમાં, કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો, ૪૫ વર્ષથી વધુ વયના પાત્ર લાભાર્થીઓને કોવિડ વિરુદ્ધ રસી આપવામાં આવશે.
જો કે, કોરોના ચેપના સંભવિત ત્રીજી તરંગને અટકાવવા અને કોરોના વાયરસના ચેપને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે, નાગરિકોએ ૧૫જૂન ૨૦૨૧ ના રોજ નીચેના કોવિડ રસીકરણ કેન્દ્રોમાં કોવિડ રસીકરણનો લાભ લેવો જોઈએ.
આવી અપીલ જીલ્લા પંચાયતના પ્રમુખ પુષ્પાતાઈ બોરાડે, તથા ઉપ પ્રમુખ સુભાષ પવાર અને આરોગ્ય અને બાંધકામ વિભાગના અધ્યક્ષ કુંદન પાટિલ દ્વારા કરવામાં આવી છે.



