Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

અતિવૃષ્ટિ ને ધ્યાનમાં લેતાં કલ્યાણ ડોમ્બિવલીમાં એનડીઆરએફની ટીમ સાથે મ્યુનિસિપલ કમિશનરે કર્યું જોખમી ઇમારતોનું નિરીક્ષણ

આગામી ૩ દિવસ સુધી સંભવિત ભારે અતિવૃષ્ટિની હવામાન વિભાગની આગાહી ને ધ્યાનમાં લેતાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડો.વિજય સૂર્યવંશી, એડિશનલ કમિશનર સુનીલ પવાર, વિભાગીય ડેપ્યુટી કમિશનર વિનય કુલકર્ણી, ડેપ્યુટી કમિશનર પલ્લવી ભાગવતની ટીમ કલ્યાણ પશ્ચિમમાં જોશીબાગની ગીચ વસ્તી ધરાવતા અને જોખમી ઈમારતો ધરાવતા વિસ્તારોમાંનું નિરીક્ષણ કર્યું.આ પ્રસંગે એનડીઆરએફની ટીમ સાથે હતી. આ જોખમી ઈમારતોમાં ના રહેવાસીઓની પૂછપરછ કરી સૂચનાઓ આપી હતી કે જોખમી ઈમારતો ખાલીકરી સબંધિઓને ત્યાં અથવા મ્યુનિસિપલ ટ્રાંઝિટ કેમ્પમાં સ્થળાંતર કરવા કહેવામાં આવ્યું હતું.

ત્યારબાદ કલ્યાણના કચોર ડુંગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે અકસ્માત થવાની સંભાવના છે તેથી  કમિશનર ડૉ. સૂર્યવંશીએ પોતે આ ટેકરીનું નિરીક્ષણ કર્યું અને રહેવાસીઓને સલામત સ્થળે અથવા મ્યુનિસિપલ ટ્રાન્ઝિટ કેમ્પમાં ખસેડવાની અધિકારી ઓને સૂચના આપી હતી, ત્યારબાદ હવામાન વિભાગે ભારે વરસાદ ની આપેલી તા.૧૧,૧૨ અને૧૩ આ ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી આપી હતી તેથી આજે એનડીઆરએફની એક ટીમ સાથે ભૂસ્ખલનનું નિરીક્ષણ પણ કર્યું હતું જેથી ભૂસ્ખલન અટકાવવા શું કરવાની જરૂર છે તેની તૈયારી કરીશું એવી કમિશનર ડો.વિજય સૂર્યવંશીએ માહિતી આપી હતી કે તેમણે એનડીઆરએફની ટીમ સાથે કલ્યાણ અને ડોમ્બિવલીઆવા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે.





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads