Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ત્રણેય મહિલાઓએ મળીને ડોમ્બિવલીના દુકાનદારને ત્રીસ હજારનો ચૂનો ચોપડયો, શોરૂમ માંથી એલસીડી ચોરી ગયા


ત્રણ મહિલાઓએ દુકાનદાર પાસેથી ત્રીસ હજાર રૂપિયાનુ એલસીડી ટીવી લઇને ચોરી ભાગી ગયા અને કોઈને ખબર પણ ન પડી.  આ ઘટના ડોમ્બિવલી ઈસ્ટના રામ નગર, શિવમંદિર રોડ પર આવેલી મોડેલ ઇલેક્ટ્રોનિક  ટીવીના શૉ રૂમ મા બની છે.  બુધવારે બપોરે સવા ત્રણ વાગ્યા ના સુમારે ત્રણ મહિલાઓ આવીને એલસીડી ટીવી જોવાના બહાના હેઠળ આવી હતી. એકાદ મોડલ જોયા પછી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા, પાછળથી તે દુકાનના માલિક જીતુ કિસાનલાલ આહુજા ને જણાયુકે ૩૦ હજાર ની કિંમત વાળુ ટીવી ગાયબ છે તેથી તે ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં દોડીજઈ ફરીયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરતા, પોલીસના જણાવ્યા અનુસાર, આ ત્રણેય મહિલાઓ શાસ્ત્રીનગર, અંબરનાથની રહેવાસી છે, અને તેમના નામ પ્રાચી જાધવ, છાયા જાધવ અને રેશ્મા જાધવ છે.  એવું કહેવામાં આવે છે કે મહિલાઓ ચોરી અને છેતરપિંડીની આ ગેંગ લાંબા સમયથી સક્રિય છે, જે અંબરનાથ સિવાય દૂર-દૂરના શહેરોમાં ચોરીઓ કરતી હતી.  હાલ ડોમ્બિવલી પોલીસે ત્રણેય મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી આ કેસની તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads