Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ઉલ્હાસનગરના મંદિરમાં દાગીનાની સાથે મૂર્તિઓની ચોરી; ચોરીકરનારા સગીર ત્રણેય બાળકોની ધરપકડ


ઉલ્લાસ નગરના મંદિરમા થયેલ ચોરી સંદર્ભે સ્થાનિક લોકોએ ચોરને પકડવાની માંગણી કરતા આ મંદિરમાં થયેલી ચોરીથી આક્રોશ ફેલાયો હતો.  વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના ક્રાઇમ બ્રાંચના સબ ઈન્સ્પેક્ટર હર્ષલ રાજપૂતે એક ટીમ સાથે મળી સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ શરૂ કરી હતી. આ ચોરીમાં નાના બાળકો સંડોવાયેલા હોઈ ઉલ્હાસનગર કેમ્પ નંબર ૫ ના કૈલાસ નગરમાં રહેતા હોવાનું જાણવા મળતાની સાથે જ પોલીસ ટીમે તેમની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.

ઉલ્હાસનગરના કેમ્પ નંબર ૪ કુર્લા કેમ્પમાં બુધવારે જય અંબે મંદિરમાંથી રૂ. સવા લાખનો એવજ દાન પેટી સાથે સોના-ચાંદીની મૂર્તિની ચોરી કરવામાં આવી હતી.  આ કેસમાં વિઠ્ઠલવાડી પોલીસની ટીમે ૪ કલાકની અંદર મંદિરમાંથી ઝવેરાત અને મૂર્તિઓની ચોરી કરનારા ૩  સગીર ચોરોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી સામગ્રી પણ જપ્ત કરી છે.

સીસીટીવી ફૂટેજમાં ચાર કલાકની અંદરની ચોરી થયાનુ બતાવવામાં આવ્યું છે , ઉલ્હાસનગર કુર્લા કેમ્પ કાલી માતા મંદિર પાછળ જય અંબે મંદિરમાં ચોરી થઇ હતી અને  સ્થાનિક લોકોએ ચોરની પકડવાની માંગણી કરતા આ મંદિરમાં થયેલી ચોરીથી સ્થાનીક લોકોમાં આક્રોશ ફેલાયો હતો.  વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના ક્રાઇમ બ્રાંચના સબ ઈન્સ્પેક્ટર હર્ષલ રાજપૂતે એક ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ શરૂ કરી હતી.ત્યારે આ ચોરીમા નાના બાળકો સંડોવાયેલા હોઈ તે  ઉલ્હાસનગર નંબર ૫ ના કૈલાસ નગરના હોવાનું જાણવા મળતાની સાથે જ પોલીસ ટીમે તેમની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી.

તપાસમાં ચોરોએ ઉલ્હાસનગરના કેમ્પ નંબર ૪ વિસ્તારમાં કુર્લા કેમ્પના શકીલ દોસ્ત મોહમ્મદ અહેમદને ઘરેણાં અને મૂર્તિઓ અને અન્ય સામગ્રી વેચવાના મામલે ભંગરવાળાને પોલીસે પકડી પાડી મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. અટક કરાયેલા  સગીર ચોરને ભિવંડીના બાળ સુધાર ગૃહમાં મોકલાયા હતા એવુ પોલીસ ઉપાયુક્ત ડૉ. પ્રશાંત મોહિતે જણાવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads