હવામાન વિભાગ દ્વારા ૯ થી ૧૨ જૂન સુધીમાં મુંબઇ, થાણે અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણીની સામે, ગ્રામીણ વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ તૈયાર રહે અને પંચાયત સમિતિ કક્ષાના તમામ અધિકારીઓએ જાગૃત રહેવા થાણા જીલ્લા પંચાયત ના મુખ્ય કાયૅકારી અધિકારી ભાઉ સાહેબ દાગડે એ આદેશ આપેલ છે.
તેઓએ તમામ તાલુકા કક્ષાના વિભાગના વડાઓ અને ગ્રામ વિસ્તરણ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, તાલુકા અને જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ દિવસના ૨૪ કલાક કાર્યરત રહેશે. આ સમયગાળા દરમિયાન, ઝાડ ઉખડી પડવા, ઝાડની ડાળીઓ તૂટી જવી તેમજ જાન-માલનું નુકસાન થઈ શકે છે. ભાઈસાહેબ ડાંગડેએ તમામ વિભાગના વડા, જૂથ વિકાસ અધિકારીઓને આ અંગે સૂચના આપી હતી. તેમણે ધોખાદાયક ઇમારતોમાં રહેતા રહેવાસીઓને અને કાચા મકાનોમાં રહેતા ગ્રામજનોને અન્ય સ્થળોએ સ્થળાંતર કરવા અને અન્ય સ્થળે કામચલાઉ આશ્રય આપવાની સૂચના પણ આપી હતી. શ્રી દંગડેએ તમામ અધિકારીઓને જીલ્લા પરિષદના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં દવાઓનો સ્ટોક ઉપલબ્ધ કરવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરોમાં વીજળી પુરવઠો ખોરવાય તેવા કિસ્સામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સુચના પણ આપી હતી.