ડોમ્બિવલીમાં એક છેતરપીંડીની ઘટના બની હતી જ્યાં એક હિન્દી ફિલ્મ 'બાપ નંબરી બેટા દાસ નંબરી' જેવો સિન પ્રદર્શિત થયો હતો. ડોમ્બિવલી શહેરમાં બાપ બેટાની જોડીએ કહ્યું કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મારો ભાઈ છે, ઉપરાંત આવકવેરા વિભાગમાં આપણી ઓળખાણ છે અને તમે ઓછી કિંમતે આવકવેરા વિભાગે પકડેલુ સોનું મેળવી શકો છો. આ મામલો વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને પિતા અને પુત્રને બુધવારે બેંગ્લોરમાંથી પકડી પાડયા હતા. મોબાઈલ લોકેશનના આધારે પોલીસ ટીમે બાપ-દીકરાની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. બંનેને ૧૦જૂના રોજ કલ્યાણ જિલ્લા સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમને ૧૪ જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ ન્યાયાલયે આપ્યો છે. રાજન ગડકરી અને આનંદ ગડકરી આ પકડાયેલા પિતા અને પુત્રના નામ છે કે જેમણે પોલીસ લોક અપની હવા ખાધી હતી.
આ બાબતે ફરીયાદી ડોમ્બિવલી વેસ્ટનો રહેવાસી અમોલ પલાસમકરનો ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઝવેરીની દુકાન છે. અમોલને થોડા મહિના પહેલા મારા ભાઈ નીતિન ગડકરી કેન્દ્રીય પ્રધાન છે એવુ ગડકરી પિતા અને પુત્રએ કહી સોનું ઓછા ભાવે જોઈતું હોય તો આવકવેરા વિભાગે જપ્ત કરેલુ સોનુ અમો અપાવી શકીશુ. ત્યારબાદ અમોલે તેમના પર વિશ્વાસ કર્યો અને તેમને ૫ લાખ રૂપિયા આપ્યા હતા. જો કે, આરોપીઓએ લાંબા સમયગાળાના વિલંબ બાદ પણ સોનું આપ્યુ નોહતુ. છેવટે ૨૪ મે, ના રોજ ઝવેરી અમોલ આરોપીના ઘરે ગયો ત્યારે તેને જાણ થઈ કે આરોપી રાજન ગડકરી અને આનંદ ગડકરી ભાગી ગયા છે. ત્યારબાદ તેઓ વિષ્ણુનગર પોલીસ મથકે દોડી ગયા અને તેમની સામે ફરિયાદ નોંધાવી હતી. આ શિવાય ઓમકાર પવાર અને ૭ થી ૮ અન્ય યુવકોને નોકરી મેળવી અપાવા માટે ગડકરી દ્વારા લાલચ આપી યુવકો પાસેથી રકમ વસૂલી હતી. ફરાર થઈ ગયેલા ગડકરી પતી પત્ની અને પુત્ર એ નાના પૌત્રને ડૉઞ આપવાના બહાને અપહરણ કરી ગયા હોવાની માહિતી પુત્રવધૂ એ પોલીસને આપી હતી. હવે જ્યારે બંન્ને ની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પૌત્ર રુગ્વેદનો કબજો તેની માતા ગીતાંજલિ ગડકરીને સોંપવામાં આવ્યો છે.



