Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલીમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટમાં બે ઘાયલ


ચોલેગાંવના ઠાસલી નગર, ઠાકુરલી પૂર્વમાં મંગળવારે ૦૫.૩૦ વાગ્યે એક મકાનમાં ગેસ સિલિન્ડરના વિસ્ફોટમાં એક વૃદ્ધ અને તેના પુત્રને ઇજાઓ પહોંચી હતી.જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોની ઓળખ ૭૦ વર્ષના પ્રકાશચંદ કુસ્તીમિયા અને ૩૨ વર્ષીય અરવિંદ કુસ્તીમિયા તરીકે થઈ છે. અરવિંદની પત્ની ઘરે રસોઇ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફૂટ્યો હતો.  જોકે, ધટના બનતા પરિવારના સભ્યો ઘરની બહાર દોડી ગયા હતા.  જોકે, પ્રકાશ ચંદ અને અરવિંદ આગને કાબૂમાં લેવા ઘરની અંદર ગયા હતા.આ આગને કાબૂમાં લેતા તે બંને દાઝી ગયા હતા.આસપાસના લોકો આગ બુઝાવવા પ્રયત્ન કર્યો હતો.ઘટનાના સમાચાર મળતાં અગ્ની શામક દળ ઘટના સ્થળે દોડી જઈ આગપર કાબુ મેળવ્યો હતો.આ બાબતે રામનગર પોલીસે ઘટના ની નોંધ લીધી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads