જો કે કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં, ઘણા રોગચાળાથી પીડિત છે અને હવે કલ્યાણ પૂર્વમાં સાંઇ મંદિર અમરાઇ અને વિજય નગરમાં ૩૦૦ થી વધુ ઇમારતો અને મકાનોને છેલ્લા ૪ દિવસથી જંતુઓ સાથે ભળેલા પાણીનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે, જેનાથી ઉલટી થાય છે, પેટમાં પીડા થાય છે અને ઉબકા આવે છે. નાગરિકો ડરને કારણે ઘરે કોરોનાની સારવાર કરવામાં આવે છે. અમે ટેક્સ ચૂકવીએ છીએ. અમારી પાસે સારા રસ્તાઓનો અભાવ છે, ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળે છે, સારી હોસ્પિટલો નો અહી અભાવ છે, શુદ્ધ પાણી પણ મળતું નથી, અમો કલ્યાણ પૂર્વમાં રહીએ છીએ, શું તે પાપ છે,એવો સવાલ 'સ્થાનિક મહિલા પ્રાજક્તા અંબરકરને કર્યો છે.
કલ્યાણ પૂર્વમાં, કચરાની સમસ્યા, રસ્તાઓમા ખાડા, દૂષિત પાણી પુરવઠો, તેમ છતાં તાજેતરમાં કોરોનામા સારા કામને કારણે દેશમાં મોખરે કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાને પુરસ્કાર જાહેર થયો હતો, હવે તેમાંથી મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશીએ બહાર નિકળી આ સમસ્યાઓનું ધ્યાન રાખવું જોઈએ.
પાણી પુરવઠા વિભાગના કાર્યકારી ઇજનેરએ જણાવ્યું હતું કે દૂષિત પાણી અને જીવજંતુઓની ફરિયાદના પગલે પાણી પુરવઠાની પાઇપલાઇન જોડાણ બદલાયું હશે તે અંગેની તપાસ શરૂ કરી છે.મનપા અધિકારી ઓએ આ વિસ્તારમાં માથી લીધેલા પાણીના પાચ નમુનાઓ પૈકી બેમાં દુષીત પાણી મળી આવ્યુ હતુ.



