આ ગુનાઓ મા શાન્તિ નગર-૧,રબાળે નવી મુંબઈ,કોનગાવ,નારપોલી, મુબ્રા,તથા ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
આ શિવાય દરોડો પાડવાની તૈયારી કરી રહેલા ત્રણ આરોપી મોહમ્મદ અંસારી(૩૨), જહાંગીર શેખ (૩૮),તથા નસિફ ઉર્ફે રાજુ અંસારી (૨૯)ને પકડી પાડી તેમની તપાસ કરી ત્યારે તેમની પાસેથી ઈજાથાય તેવા ઘાતક હથિયારો સહિત પિસ્તોલ મળી આવી હતી આ આરોપીઓ ભિવંડી માના આશાપુરા જ્વેલર્સ ને લૂટવાની તૈયારી કરી રહ્યા હોવાનું તેમણે કબૂલ્યું હતું.
આ શિવાય ભિવંડી મા આમલી પદાર્થો વિરોધમાં કરાયેલી કાર્યવાહીમાં હુશેન મોહમ્મદ અંસારી (૩૨) પાસેથી ૪ કિલો ગાંજો રૂપિયા ૮૧,૫૦૦નો માલ જપ્ત કર્યો.ઈમાન અંસારી (૨૪),અરાફત શેખ (૨૨), મોહંમદ આક્રમ અંસારી (૨૮), પાસેથી દસ હજાર રૂપિયાની નશાની ગોળીઓ જપ્ત કરી હતી. ભિવંડી પોલીસે કુલ આઠ આરોપીઓની અટક કરી કુલ રૂપિયા ૧૨ લાખ ૯૧ હજાર ૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે એવુ ગુના શાખાના ઇન્સ્પેક્ટર કિરણકુમાર કબાડીએ જણાવ્યું છે.



