મોબાઈલ ચોરી કરી ગુગલપે થી પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરનાર શાતીર ચોર પત્ની સાથે ઝડપાયો.
જુલાઈ 01, 2021
0
કલ્યાણ રેલ્વે ક્રાઈમ બ્રાંચે એક પ્રવાસીનો મોબાઈલ ચોરી કરનાર અને ગૂગલ પે દ્વારા તેની પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે ૨૬ જૂને રસાબ શાહ નામનો એક પ્રવાસી સીએસટીથી ડોમ્બિવલી આવી રહ્યો હતો. ડોમ્બિવલીમા લોકલથી ઉતર્યા બાદ શાહે જોયું તો પોકેટમાંથી તેનો મોબાઇલ ફોન ગુમ હતો. મોબાઈલ ફોનની ચોરી કર્યા બાદ ચોરે ૨૩,૦૦૦ રૂપિયા ગુગલ પે દ્વારા તેની પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. આ બાબતે શાહે ડોમ્બિવલી જીઆરપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સૂચનાથી આ કેસ રેલવે ક્રાઇમ બ્રાંચ વેલ્ફેર યુનિટ ૩ ને સોંપાયો હતો. વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર ગજેન્દ્ર પાટીલના માર્ગદર્શન હેઠળ એપીઆઈ શેખની ટીમે આ બાબતે તપાસ શરૂ કરી હતી. યુનિટ ૩ ના એ.પી.આઈ. શેખે જણાવ્યું હતું કે કોસ્મોસ બેંકમાંથી ફરિયાદીની વિગતો કાઢ્યા બાદ જાણવા મળ્યું કે તેના ખાતામાંથી ૨૨,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની ટીમને આ ખાતાની વિગતો મળી કે જેમાં પૈસા ટ્રાન્સફર કરાયા હતા તે મુમ્બ્રાની શબીના કાસિમ શેખ નામની મહિલાની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જે ખાતામાં પૈસા આવ્યા તે તેનું ખાતું છે. બાદમાં શબીનાને ડોમ્બિવલી રેલ્વે પોલીસને હવાલે કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમે મુખ્ય આરોપી મોહમ્મદ કાસિમ મોહમ્મદ જલાલ શેખને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મોહમ્મદ કાસિમ મોહમ્મદ જલાલ શેખની ભાળ મળતા તરત જ એ.પી.આઈ. શેખની ટીમે તેને ઝડપી લીધો છે હાલ પતિ પત્ની રેલ્વે પોલીસ ના લૉકઅપ માં છે.
Tags



