Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બિવલી એમઆઈડીસીમાં પ્રદૂષણનું સ્તર ઘટાડીને શૂન્ય કરવા માટે કામ સંગઠનના પ્રયાસો


કલ્યાણ અંબરનાથ મેન્યુફેક્ચસૅ એસોસિએશન (કામા સંગઠના) દ્વારા ડોમ્બિવલીના એમઆઈડીસી વિસ્તારમાં કેમિકલ કંપનીઓમાં થતા પ્રદૂષણનું સ્તર ઘટાડીને શૂન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાણીમા રહેલા કેમીકલનો નાશ કરવામાં આવી રહ્યો છે. બાયો કલ્ચર દ્વારા પ્રક્રિયા કરાયેલું પાણી રંગહીન અને ગંધહીન બની રહ્યું છે. તેથી, ડોમ્બિવલીમાં જળ પ્રદૂષણનું સ્તર નીચે આવશે.  ઉત્પાદકો વિવિધ ફેક્ટરીઓમાં કોલસાનો ઉપયોગ કરે છે, જેનાથી હવાનું પ્રદૂષણ વધે છે.જોકે, ડોમ્બિવલીમાં સ્વેશે ફેક્ટરીમાં ચીમની દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ફેક્ટરીમાં વિશેષ ઉપકરણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

આ સંમેલનમાં કામા સંગઠનના પ્રમુખ ડો.દેવેન સોની, સેક્રેટરી રાજુ બેઇલુર, શ્રીકાંત જોશી, પૂર્વ પ્રમુખ, ઉદય વાલાવલકર, કારોબારી સભ્ય, આશિષ ભાનુશાળી, જયવંત સાવંત ઉપસ્થિત રહ્યા હતા.  ડોમ્બિવલીમાં કારખાનાઓ દ્વારા રોજગાર અને મહેસૂલ ઉત્પન્નની સાથે સામાજિક જવાબદારી પણ પૂર્ણ કરવામાં આવી રહી છે.સંગઠન ગરીબોને અન્ન દાન આપીને સામાજિક પ્રતિબદ્ધતા પણ જાળવી રાખે છે.  એમઆઈડીસી અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન ફેક્ટરીઓને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં અસમર્થ રહી છે. નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો ની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે તેમ છતાં સરકાર દ્વારા તેમના અસ્તિત્વની કાળજી લેવામાં આવી નથી. કામા સંગઠનના ને ૨૦૧૯ મા તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ના હસ્તે ગૌરવ કરાયુ હતુ આ સંસ્થા ને રાજ્યપાલ કોશ્યારીના શુભ હસ્તે સન્માનિત કરવામાં આવી છે. કોરોના સમયગાળા દરમિયાન તેમની સામાજિક પ્રતિબદ્ધતા માટે કામા સંગઠનના પ્રમુખ દેવેન સોનીને મહાત્મા ગાંધી ગ્લોબલ પીસ ફાઉન્ડેશન વતી 'ગ્લોબલ બેસ્ટ સોશિયલ વર્કરનો એવોર્ડ' આપવામાં આવ્યો હતો.

ડોમ્બિવલી એમઆઈડીસી અને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્પાદકો પાસેથી વિવિધ પ્રકારના વેરા વસુલ કરે છે.  જોકે,તેના બદલામાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં  આવતી નથી હોવાની ફરિયાદ કામાના પદાધિકારીઓએ વ્યક્ત કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads