Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

વૃક્ષારોપણ કરવાને લીધે આ વિસ્તાર એક સારો પર્યટન સ્થળ બની શકે : સાંસદ કપિલ પાટીલ


વૃક્ષોનું વાવેતર કરી અને તેનું સંવર્ધન કરવું જરૂરી છે, વૃક્ષારોપણને કારણે આ વિસ્તાર એક સારુ પર્યટન સ્થળ બની શકે છે, એવુ સાંસદ કપિલ પાટીલે કલ્યાણ ખાતે જણાવ્યું હતું.  આજે સવારે મુથા કોલેજ પરિસરમાં નાનાસાહેબ ધર્મધારી પ્રતિષ્ઠાનના સહયોગથી વૃક્ષારોપણ કરતી વખતે તેમણે ઉપરોક્ત ઉદગાર કઢ્યા હતા. મહાનગર પાલિકાને જાહેર થયેલ કોવિડ ઇનોવેશન એવોર્ડ માટે કમિશનર સન્માનને પાત્ર છે તેમણે સિમેન્ટના જંગલમાં હરીયાળી બનાવવા બદલ મ્યુનિસિપલ કમિશનરનો તેમણે આભાર માન્યો હતો. આ કાયૅક્રમમા સાંસદ કપિલ પાટીલ, ધારાસભ્ય વિશ્વનાથ ભોઇર, મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશી, સિટી ઇજનેર સપના કોળી- દેવનપલ્લી અને ડો.નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના સંદીપ ભંડારી ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે જાંબુડી, કારંજ સહીત અનેક પ્રકારના વૃક્ષોનુ વાવેતર કર્યું હતું.  સમગ્ર ઉંબર્ડે, ગાંધારે અને બારાવે વિસ્તારોમાં મહાનગરપાલિકા અને ડો.  નાનાસાહેબ ધર્મધારી પ્રતિષ્ઠાએ મળીને, ઉંબર, કરંજે, ચિંચ, ફણસ, કોકમ, જાંબુ, રક્તચંદન, કેરી, વડ અને પિંપળ જેવા  આશરે ૭૦૦ જેટલા દેશી વૃક્ષોના છોડ રોપ્યા છે.

આધારવાડી ખાતે ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ થયા બાદ હવે ઘન કચરા પ્રોજેક્ટને બારાવે ખાતે શરૂ થયો છે આ વિસ્તારમાં સુગંધી વાતાવરણ કરવાના ઈરાદે મનપાના સચિવ અને ગાર્ડન અધિક્ષક સંજય જાધવે સામાજિક પ્રતિબદ્ધતાને લીધે આ ભગીરથ કાર્યમાં ઇનર વ્હીલ ક્લબ, રોબિનહૂડ ગ્રુપ, ઉલ્હાસ જામદાર, મોર્નિંગ વૉક ગ્રૂપના સહયોગથી નાગરિકો અને સંગઠનોને જોડ્યા હતા. સારવાર સોલિડ વેસ્ટ પ્રોજેકટ એરિયામાં, પરીજાત, રાતરાણી, મોગરા, કામિની, જય-જુઇ, મધુમલતી, લીલી, લેમનગ્રાસ, સોંનટક્કા વગેરે સુગંધિત છોડ પોતાના ખર્ચે રોપવામાં આવ્યા છે.

બારાવે ડમ્પિંગ ગ્રાઉન્ડ વિસ્તારમાં વિવિધ સુગંધિત છોડના વાવેતરને કારણે હવે આ વિસ્તાર સુગંધિત ફૂલોથી ખીલી ઉઠશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads